મિઝોરમમાં પ્રથમ વખત ત્રણ મહિલા ઉમેદવારોનો વિજય

Spread the love

મિઝોરમમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 16 મહિલાઓ સહિત 174 ઉમેદવારોએ 7 નવેમ્બરની ચૂંટણી લડી હતી

આઈઝોલ

મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગઈકાલે આવ્યા હતા જેમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)એ મોટી જીત મેળવી છે. આ વખતે મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં 16 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી જેમાં 40 સભ્યોની વિધાનસભામાં પ્રથમ વખત ત્રણ મહિલા ઉમેદવારો ચૂંટાયા છે.

મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં (ઝેડપીએમ)એ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ને સત્તા પરથી હટાવીને મોટી જીત નોંધાવી હતી. જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)એ 40 સીટની વિધાનસભામાં કુલ 27 બેઠકો જીતી હતી. મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ને માત્ર 10 બેઠકો મળી છે. આ સિવાય ભાજપને બે બેઠક અને કોંગ્રેસનો એક બેઠક પરથી વિજય થયો છે. આ વખતે મિઝોરમ વિધાનસભા ચૂંટણી ખરા અર્થમાં ખાસ હતી જેમાં 40 સભ્યોની વિધાનસભામાં પ્રથમ વખત ત્રણ મહિલા ઉમેદવારો ચૂંટાયા છે. 

ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેએમપી)ના ઉમેદવાર લાલરીનપુઇ લુંગલેઈ પૂર્વ મતવિસ્તારમાંથી જીત્યા અને તેમના પક્ષના સાથીદાર અને ટેલિવિઝન એન્કર બેરીલ વેન્નીહસાંગી આઇજાવી દક્ષિણ-3 બેઠક પરથી ચૂંટાયા હતા. આ ઉપરાંત મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ના પ્રોવા ચકમા વેસ્ટ તુઈપુઈ બેઠક પરથી જીત્યા હતા. લાલરિનપુઇ અને પ્રવોએ તેમના પુરૂષ કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા, જ્યારે બેરિલ વેન્નીહસાંગીએ તેમના એમએનએફ પ્રતિસ્પર્ધીને હરાવ્યા હતા.

ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતો મિઝો સમાજ પરંપરાગત રીતે પિતૃસત્તાક સંસ્કૃતિને અનુસરે છે. મિઝોરમના મુખ્ય રાજકીય પક્ષોએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાગ્યે જ મહિલા ઉમેદવારોને નોમિનેટ કરે છે ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 16 મહિલાઓ સહિત 174 ઉમેદવારોએ 7 નવેમ્બરની ચૂંટણી લડી હતી, જ્યારે 18 મહિલાઓ સહિત કુલ 209 ઉમેદવારોએ 2018માં છેલ્લી વિધાનસભા ચૂંટણી લડી હતી. 2013ની વિધાનસભા ચૂંટણીમાં છ મહિલા ઉમેદવારો સહિત 136 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. 2013 કે 2018ની ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર જીતી શકી નથી. મિઝોરમમાં વિધાનસભામાં ચૂંટાયેલી પ્રથમ મહિલા પીપલ્સ કોન્ફરન્સ (PC)ના એલ. થાનમાવી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *