Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે નિધન

Spread the love

તેમના અવસાનની પુષ્ટી તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ કરી

મુંબઈ

સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેમને રવિવારે જ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેની હાલત નાજુક હતી. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી અને તેઓએ ગઈકાલે લગભગ 12 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.

લોકપ્રિય ક્રાઈમ શો સીઆઈડીમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે 57 વર્ષની વયે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાએ રાત્રે લગભગ 12 વાગ્યે અવસાન થયું હતું. તેમના અવસાનની પુષ્ટી તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટી (દયા)એ કરી હતી. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ શો સીઆઈડીમાં તેમના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવ્યુ હતું. હાલ તેમની અચાનક વિદાયથી તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.

દયાનંદ શેટ્ટીએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે દિનેશને હાર્ટ એટેક આવ્યો  ન હતો પરંતુ લિવર ડેમેજ થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત અત્યંત નાજુક હતી. દિનેશ ખરેખર કંઈક બીજી જ સારવાર લઈ રહ્યો હતો અને તે દવાઓએ તેના લીવરને અસર કરી હતી. તમે ક્યારેય જાણતા નથી કે તમારી એક સારવાર માટેની દવા તમને બીજી સમસ્યા ક્યારે આપી શકે છે. આપણે ખૂબ કાળજી લેવી જોઈએ તેમ દયાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *