અફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Spread the love

હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી

કાબુલ

ગયા મહિને આવેલા ભૂકંપમાંથી અફઘાનિસ્તાન હજુ પણ બહાર આવ્યું નથી ત્યા આજે સવારે ફરી એક વખત ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોરદાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી.

ઓક્ટોબરની શરૂઆતમાં જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા અનેક ભૂકંપના આંચકાને પગલે મોટી જાનહાનિ થઈ હતી અને આશરે 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હતા જ્યારે 9 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો બેઘર પણ થઈ ગયા હતા. આખે આખા શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ ભૂકંપ 6.3ની તીવ્રતાનો હતો જે બે દાયકામાં દેશમાં આવેલા સૌથી વિનાશક ભૂકંપ પૈકીનો એક સાબિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *