વેલમાં ઘસી જઈને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું હતું જેમાંથી ગેસ નીકળી રહ્યો હતો, આ બાદ સાંસદોએ તેમને પકડી લીધા

નવી દિલ્હી
સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ઘસી ગયા હતા. આ કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આજે સંસદ પર થયેલા હુમલાની 22મી વર્ષી છે ત્યારે જ સંસદની સુરક્ષામાં મોટી ચુક થઈ હતી. સંસદના ચાલુ શિયાળુ સત્રમાં લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને સીધા જ વેલમાં ઘસી જઈને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું હતું જેનાથી ગેસ નીકળી રહ્યો હતો. આ બાદ સાંસદોએ તેને પકડી લીધા હતા અને બાદમાં સુરક્ષાકર્મી તેને બહાર લઈ ગયા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
