યુએસની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને 2024ની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા

Spread the love

આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવાયો

વોશિંગ્ટન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પને 2024માં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે. 

આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવ્યો છે. અમેરિકાની કોલોરાડો સુપ્રીમકોર્ટ (ભારતની હાઈકોર્ટની જેમ) એ ટ્રમ્પ વિરુદ્ધ આ નિર્ણય આપ્યો છે. 

કોર્ટે તેના આદેશમાં કહ્યું કે ટ્રમ્પ આગામી વર્ષે અમેરિકામાં યોજાનાર ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે. જોકે એવી આશા છે કે ટ્રમ્પ આ નિર્ણય વિરુદ્ધ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *