ગુજરાત સ્ટેટ અન્ડર-૯ ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૪ (ઓપન એન્ડ ગર્લ્સ) ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસીએશન દ્વારા ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રી. એસોસીએશનના નેજા હેઠળ તા.૩૦.૧૨.૨૦૨૩ અને તા.૩૧.૧૨.૨૦૨૩ના રોજ રાઈફલ કલબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૩૦-૧૨-૨૦૨૩ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે શરૂ થશે. અંદાજે કુલ ૧૫૦ જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવશે. ભાગ લેનાર દરેક ખેલાડીઓને મેડલથી તેમજ પ્રથમ પાંચ વિજેતા (બન્ને કેટેગરીમાંથી) ખેલાડીઓને ટ્રોફી દ્વારા સન્માનિત કરરવામાં આવશે. પ્રથમ બે ખેલાડીઓ (બન્ને કેટેગરીમાંથી) નેશનલ ટુર્નામેન્ટ કે જે બિહાર ખાતે રમાશે તેમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ મયૂર પટેલ (મો) ૯૮૯૮૨૨૦૫૫૩.