માફી માગવા છતાં ટ્રોલર્સે ટ્રોલ કરતા અભિનેતા ભડકી ગયા

નવી દિલ્હી
નસીરુદ્દીન શાહ મોટા ભાગે પોતાના બેબાક નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે કંઈક એવું નિવેદન આપ્યું કે હવે આ દિગ્ગજ એક્ટર સ્પષ્ટતા આપતા ફરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સિંધી ભાષા હવે પાકિસ્તાનમાં નથી બોલાતી.
આ મુદ્દે હવે સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા છે. સ્થિતિ એવી ઉભી થઈ કે, નસીરુદ્દીન શાહે પોતાના નિવેદન અંગે માફી પણ માંગવી પડી છે.
તાજેતરમાં જ નસીરુદ્દીન શાહે દાવો કર્યો હતો કે, સિંધી હવે પાકિસ્તાનમાં નથી બોલાતી.
આ પહેલીવાર નથી જ્યારે નસીરુદ્દીન શાહની સિંધી ભાષા વિશેના તેમના નિવેદનની ટીકા કરી હોય. થોડા દિવસો પહેલા નસીરુદ્દીને સિંધી અને મરાઠી ભાષાઓ પર તેમની ટિપ્પણીઓ પર ટ્રોલિંગનો જવાબ આપ્યો હતો. 8 જૂને તેની ફેસબુક પોસ્ટમાં, તેણે તેના ખોટા નિવેદનોને સ્વીકાર કર્યો હતો. તેમણે એ જ પોસ્ટમાં મરાઠી અને ફારસી ભાષાઓ વચ્ચે સબંધો વિશે પોતાની કોમેન્ટ સ્પષ્ટ કરી.
હાલમાં જ પોતાની વેબ સિરીઝ ‘તાજ: ડિવાઈડેડ બાય બ્લડ સીઝન 2’ના પ્રમોશન દરમિયાન નસીરુદ્દીન શાહે પાકિસ્તાનમાં બોલવામાં આવતી તમામ ભાષાઓ વિશે વાત કરી હતી. અભિનેતાએ દાવો કર્યો હતો કે, હવે સિંધી ભાષા પાકિસ્તાનમાં નથી બોલાતી. તેમના આ નિવેદન બાદ વિવાદ છેડાયો હતો.
