ચાલુ ઊડાનમાં હવામાં જ વિમાનનો કાંચ તૂટી જતા 174 મુસાફરોમાં ફફડાટ

Spread the love

પાયલોટની સમજને કારણે અમેરિકાના ઓરેગોનમાં વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી


વોશિંગ્ટન
અમેરિકાની અલાસ્કા એરલાઇન્સના એક વિમાનમાં એવી ઘટના બની કે 174 યાત્રીઓના જીવ આકાશમાં અધવચ્ચે જ જોખમમાં મૂકાઈ ગયા હતા. ઘટના એવી હતી કે ચાલુ ઉડાન દરમિયાન જ હવામાં જ વિમાનનો કાંચ તૂટી ગયો હતો. જેના લીધે ફ્લાઈટમાં હડકંપ મચી ગયું. જોકે સદભાગ્યે પાયલોટની સમજને કારણે અમેરિકાના ઓરેગોનમાં વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી.
જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા હતા. જે સમયે આ ઘટના બની ત્યારે વિમાનમાં 174 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. એરલાઇન્સે કહ્યું કે અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઈટ નંબર 1282માં આ ઘટના બની હતી. જોકે આ વિમાનનું પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં વિમાનમાં બેસેલા લોકો દેખાઈ રહ્યા છે અને બારીનો એક હિસ્સો તૂટી ગયેલો પણ દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *