વિજય વર્મા સાથેના સબંધોની તમન્ના ભાટિયાએ પૃષ્ટી કરી

Spread the love

તમન્ના અને વિજય વચ્ચે લસ્ટ સ્ટોરીસ 2 ના સેટથી બધું શરૂ થયું


મુંબઈ
તમન્ના ભાટિયા અને વિજય વર્માના સંબંધો અંગે ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથેના પોતાના રિલેશપ મુદ્દે મૌન તોડ્યુ છે. તમન્નાએ વિજય સાથેના પોતાના સંબંધ અંગે ઘણા ખુલાસા કર્યા છે. તમન્ના ભાટિયા-વિજય વર્મા ઘણી વખત એકસાથે સ્પોટ થયા છે. તમન્ના ભાટિયા અને વિજય વર્માને ઘણી ઈવેન્ટમાં પણ સાથે જોવામાં આવ્યા છે. આ રુમર્ડ કપલ ઘણી વખત મીડિયા સામે પોઝ આપતા પણ જોવા મળે છે. દરમિયાન તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથેના પોતાના સંબંધને લઈને અમુક વાતો શેર કરી છે.
આખરે તમન્ના ભાટિયાએ એક્ટર વિજય વર્મા સાથે પોતાના સંબંધની પુષ્ટિ કરી છે. એક્ટ્રેસે જણાવ્યુ કે તેની અને વિજય વચ્ચે ‘લસ્ટ સ્ટોરીસ 2’ ના સેટથી બધુ શરૂ થયુ હતુ. એન્થોલોજી ફિલ્મમાં બંને પહેલી વખત એક સાથે જોવા મળ્યા હતા અને તેનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ શર્મા, કોંકણા સેનશર્મા, આર બાલ્કી અને સુજોય ઘોષે કર્યુ છે.
ગોવામાં ચાલી રહેલી ન્યુ યર પાર્ટીમાં તમન્ના અને વિજયનો કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો જે બાદથી બંને રિલેશનમાં હોવાની વાત શરૂ થઈ ગઈ હતી પરંતુ બંનેએ પોતાના સંબંધ અંગે મીડિયામાં સમક્ષ કંઈજ કહ્યુ નહોતુ પરંતુ હવે એક્ટ્રેસે ખુલાસો કર્યો કે અમે સાથે એક ફિલ્મ કરી છે. આ પ્રકારની અફવાઓ ચાલતી રહે છે. તે તમામને ક્લિયર કરવુ જરૂરી નથી. મારી પાસે આ વિશે કહેવા માટે કંઈજ નથી. હવે તમન્નાએ ખુલાસો કર્યો કે તે વિજયને ડેટ કરી રહી છે. તમન્નાએ કહ્યુ, મને નથી લાગતુ કે તમે કોઈ પ્રત્યે માત્ર એટલા માટે આકર્ષિક થઈ શકો છો કે તે તમારા કો-સ્ટાર છે. મને લાગે છે કે પ્રેમ ગમે ત્યારે ગમે તેની સાથે થઈ શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *