આસિફ ખાન સહિત યુવાનોએ ઇન્સ્ટાગ્રામનો દુરઉપયોગ કરી ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરી જૂથો વચ્ચે દુશ્મનાવટનું ગંભીર કૃત્ય કર્યુ

વાપી
દમણના મુસ્લિમ યુવાનોએ સોશિયલ મિડીયા થકી ઇન્સ્ટાગ્રામ પર બાબરી મસ્જિદની તસ્વીર સાથે સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયા જાયેગા જેવી થીમ પર વિડીયો અપલોડ કરાયો હતો. ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરતા ભારે રોષ ઉઠ્યો હતો. પોલીસે ગંભીરતાથી તપાસ કરી ચાર યુવાનોની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર દમણ ખાતે રહેતા આસિફ ખાન સહિત યુવાનોએ આજે સોશિયલ મિડીયા થકી ઇન્સ્ટાગ્રામનો દુરઉપયોગ કરી ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો બનાવી અપલોડ કરી જૂથો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાનું ગંભીર કૃત્ય કર્યુ હતું. અપલોડ કરેલા વિડીયોમાં બાબરી મસ્જિદની તસ્વીર પુષ્ઠભૂમીમાં દર્શાવી સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયે જાયેગા જેવી થીમ પર વિડીયો અપલોડ કરાયો હતો. સાથે અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કરાયો હતો.
અયોધ્યામાં શ્રી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગેચંગે ઉજવણી કરાયા બાદ આ પ્રકારનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાતા લોકોમાં ભારે આક્રોશ ઉઠ્યો છે. વાયરલ કરાયેલા જુદા જુદા વિડીયો અંગે પોલીસે ગંભીરતાથી તપાસ આદરી હતી. વિડીયો અયોગ્ય અને ધાર્મિક રીતે ઉશ્કેરણીજનક લાઇન ધરાવતો હોવાનું સ્પષ્ટ ફલિત થતા પોલીસે 295-એ, 153-એ, 298, 504, 505 (સી) સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ચાર યુવાનની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
