યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ટોપના જનરલ તેમની સામે બળવો કરે એવી શક્યતા

Spread the love

યુક્રેનના સૈન્ય અધિકારીઓ દ્વારા આશરે 332 કરોડ રૂપિયાની ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો

કીવ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રેનમાં બળવો થવાનો છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના ટોપના જનરલ તેમની સામે બળવો કરી શકે છે. થોડા દિવસો પહેલા જ ઝેલેન્સકીએ પ્રથમ વખત તેની આવકની વિગતો જાહેર કરી હતી. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ યુક્રેનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, “આનાથી દેશમાં પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવામાં મદદ મળશે.”

મળેલી માહિતી મુજબ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતાના જનરલ જેન. વેલેરી ઝાલુઝ્નીને તેમના પદ પરથી હટી જવાની સૂચના આપી છે. પરંતુ તેમણે આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. જ્યારે રાષ્ટ્રપતિએ પણ ધમકી આપી હતી કે જો તેઓ પદ છોડશે નહીં તો તેમને બરતરફ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે ઝાલુઝ્ની યુક્રેનમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેઓ લાંબા સમયથી યુક્રેનિયન આર્મીમાં જનરલના પદ પર છે. માહિતી મુજબ આ પહેલા પણ ઝેલેન્સકીએ પોતાના સેનાના જનરલનું રાજીનામું લઈ લીધું હતું.

તાજેતરમાં યુક્રેનના સૈન્ય અધિકારીઓ દ્વારા આશરે 332 કરોડ રૂપિયાની ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ પૈસા લશ્કરના અધિકારીઓએ યુદ્ધ માટે દારૂગોળો ખરીદવા માટે એક કંપનીને આપ્યા હતા. મળતી માહિતી મુજબ સરકારી ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા, પરંતુ યુક્રેનને અત્યાર સુધી હથિયારો મળ્યા નથી. તપાસ બાદ યુક્રેનની સિક્યોરિટી સર્વિસે આ કેસમાં સેનાના એક અધિકારીની અટકાયત કરી હતી. જયારે અન્ય પાંચ અધિકારીઓને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ બધાને કારણે દેશમાં સેનાના ટોપના જનરલ દ્વારા તખ્તાપલટની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *