આમ આદમી પાર્ટીએ ગુજરાતના બે ઉમેદવારના નામ જાહેર કરી દીધા

Spread the love

આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી

અમદાવાદ
ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના બે ઉમેદવારના નામ ફાઈનલ કરી દીધા છે. આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે કે, ‘અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ.’
આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે. ચૈતર વસાવા તાજેતરમાં જ લાંબી લડત બાદ જેલમાંથી બહાર આવ્યા છે. તો બીજી તરફ ઉમેશ મકવાણાનું નામ પણ અનેકવાર ભાજપ જવા અંગે ચર્ચાઈ ચૂક્યું છે. ત્યારે ઉમેશ મકવાણાનું જાહેરાત થતા તેમની પક્ષપલટાની વાતો પર વિરામ લાગી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયાગઠબંધનને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અગાઉ આમ આદમી પાર્ટીએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની 13 લોકસભા બેઠક અને ચંદીગઢની એક લોકસભા બેઠક પર ઉમેદવારો ઉભા કરવાની જાહેરાત કરી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *