હિમાલયા વેલનેસે વુમન્સ ટી20 લીગમાં #’ટેકમાયસ્પોટ લોન્ચ કર્યું

Spread the love

બે તબક્કામાં રજૂ કરવામાં આવેલી કેમ્પેઈન રમતિયાળ ટ્વિસ્ટ સાથે સ્પોટની સંકલ્પનાનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરે છે

બેન્ગલુરુ

સૌંદર્ય હકારાત્મકતા અપનાવનારી વુમન્સ ટી20 લીગની આરંભિક આવૃત્તિ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (આરસીબી) સાથે સહયોગમાં મજબૂત સફળતા પછી અગ્રણી વેલનેસ બ્રાન્ડ હિમાલયા વેલનેસ દ્વારા મોજૂદ સીઝન માટે ટીમ સાથે તેની ભાગીદારી ચાલુ રાખવાની ઘોષણા કરવામાં ગૌરવની લાગણી અનુભવે છે. આ વર્ષે કેમ્પેઈન #’ટેકમાયસ્પોટ સાથે મેદાનમાં તેમણે સખત મહેનતે કમાયેલા સ્પોટ (સ્થાન) અને સિદ્ધિઓની ઉજવણી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ રોમાંચપૂર્ણ કેમ્પેઈન સાથે હિમાલયા પહોંચ આપે છે કે અત્યંત હકદાર સ્પોટ્સ કોઈ નહીં લઈ શકે ત્યારે ચહેરા પરના અનિચ્છનીય સ્પોટ્સ (ડાઘ) માટે હિમાલયા ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મરિક ફેસ વોશ અને ફેસ કેર રેન્જ છે.

બે તબક્કામાં રજૂ કરવામાં આવેલી કેમ્પેઈન રમતિયાળ ટ્વિસ્ટ સાથે સ્પોટની સંકલ્પનાનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરે છે. ટીઝરનો તબક્કો પ્રથમ આરસીબીની મેચ દરમિયાન લોન્ચ કરાયો હતો, જેમાં ખેલાડીઓએ તેમની કેપ પર #ટેકમાયસ્પોટ ધારણ કરીને દર્શકોમાં ઉત્સુકતા જગાવીને સામાજિક વાટાઘાટ માટે માર્ગ કરી આપ્યો હતો. કેમ્પેઈનના બીજા તબક્કામાં બ્રાન્ડે હિમાલયા ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મરિક ફેસ વોશ અને ફેસ કેર રેન્જ અસરકારક રીતે દૂર કરી શકે તે ચહેરા પરના અનિચ્છનીય ડાઘ માટે સ્પોર્ટસના સંદર્ભો ઉજાગર કર્યા છે.

હિમાલયા વેલનેસ કંપનીના બિઝનેસ ડાયરેક્ટર રાજેશ કૃષ્ણમૂર્તિએ ભાગીદારી વિશે જોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 2023માં વુમન્સ પ્રીમિયર લીગ સાથે અમારી ભાગીદારીની સફળતા વર્ષની આવૃત્તિમાં અમારો સહયોગ ચાલુ રાખવા અમને પ્રેરણા મળી છે. ક્રિકેટરો સાથે અમે #ટેકમાયસ્પોટ કેમ્પેઈન માટે દાનિશ સૈત સાથે જોડાણનો રોમાંચ લાવવા માટે હર્ષ અનુભવીએ છીએ, જે અમારા નવા હિમાલયા ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મરિક ફેસ વોશ અને ફેસ કેર રેન્જ સાથે હઠીલા ડાઘના વિષયનો મુકાબલો કરવા માટે હાસ્ય અને રોમાંચનો સ્તર ઉમેરે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *