આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થવાનો છે, તેથી આ ચારેય રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાશે
નવી દિલ્હી
દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ આજે જાહેર થઈ ગઈ છે, જેમાં આંધ્રપ્રદેશમાં 13 મેએ, સિક્કિમ-અરૂણાચલમાં 19 એપ્રિલે, ઓડિશામાં બે તબક્કામાં 13 મે અને 20 મેએ મતદાન યોજાશે.આ જ્યારે લોકસભાની સાથે સાથે આ ચારે રાજ્યોના વિધાનસભાના પરિણામો ચોથી જૂને જાહેર થશે. આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થવાનો છે, તેથી આ ચારેય રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીની જાહેરાત સાથે દેશભરમાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે.
ચાર રાજ્યોમાં આ તારીખે યોજાશે લોકસભા અને વિધાનસભા ચૂંટણી
- આંધ્ર પ્રદેશ – 13 મેએ મતદાન – ચોથા તબક્કામાં
- સિક્કિમ – 19 એપ્રિલે મતદાન – પ્રથમ તબક્કામાં
- અરૂણાચલ પ્રદેશ – 19 એપ્રિલે મતદાન – પ્રથમ તબક્કામાં
- ઓડિશા – ચોથા તબક્કામાં 13 મે અને પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન
ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં અને એક રાજ્યમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી
1… આંધ્રપ્રદેશમાં ચોથા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન યોજાશે. જેમાં 18 એપ્રિલે ગેઝેટ નોટિફિકેટ જાહેર કરાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ 29 એપ્રિલ રહેશે.
2… સિક્કીમ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન યોજાશે, જેમાં 20 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશ, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે.
3… અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની પ્રથમ તબ્કામાં 19 એપ્રિલે ચૂંટણી યોજાશે, જેમાં 20 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશ, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે.
4… ઓડિશામાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. દેશભરમાં જાહેર કરાયેલ સાત તબક્કામાંથી ચોથા અને પાંચમા તબક્કામાં રાજ્યમાં ચૂંટણી યોજાશે. આ માટે 18 ચોથા તબક્કામાં 18 અને પાંચમાં તબક્કા માટે 26 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશ બહાર પડાશે. ચોથા બક્કામાં 25 એપ્રિલ સુધી અને પાંચમાં તબક્કામાં 03 મે સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ચોથા તબક્કામાં 29 એપ્રિલ અને પાંચમાં તબક્કામાં 06 મે નિર્ધારીત કરાઈ છે. ઓડિશામાં ચોથા તબક્કામાં 13 મે અને પાંચમા તબક્કામાં 20 મેએ ચૂંટણી યોજાશે.
આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસનું શાસન છે જ્યારે આ વખતે વિપક્ષ ટીડીપીનું પલ્લુ ભારે લાગે છે. બીજીબાજુ ઓડિશામાં નવીન પટનાયકના નેતૃત્વમાં બીજેડી સતત છઠ્ઠી વખત ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જે તેવી સંભાવના છે. આંધ્રપ્રદેશમાં કુલ 175 વિધાનસભા બેઠકો, સિક્કિમમાં 32 વિધાનસભા બેઠકો, અરૂણાચલ પ્રદેશમાં કુલ 60 બેઠકો અને ઓડિશામાં કુલ 147 વિધાનસભા બેઠકો છે. આંધ્રમાં હાલ વાયએસઆર કોંગ્રેસની સરકાર છે, જેમાં એક અપક્ષ બેઠક પણ સામેલ છે, તો સિક્કિમમાં એસકેએમ-ભાજપ ગઠબંધનની સરકાર છે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં ભાજપ-એનપીપી ગઠબંધનની સરકાર છે, જેમાં એક અપક્ષ બેઠક પણ સામેલ છે. ઓડિશામાં બીજુ જનતા દળની સરકાર છે.