પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બિહાર સહિતના રાજ્યોનો સમાવેશ

નવી દિલ્હી
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે.
પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર ચૂંટણી યોજાશે. તેમાં પુડુચેરી, મિઝોરમ, મેઘાલય, મધ્ય પ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બંગાળ, નાગાલેન્ડ, આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે.
