રોહિતે તેના પર હાવી થનારા હાર્દિકને બરોબરનો પાઠ ભણવ્યો

Spread the love

સનરાઇઝર્સ સામેની મેચ દરમિયાન રોહિત શર્માએ પોતાનો પાવર બતાવ્યો અને હાર્દિકને બાઉન્ડ્રી સુધી દોડાવ્યો

હૈદ્રાબાદ

આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પંડ્યા પૂર્વ કેપ્ટન રોહિત શર્માને ઓર્ડર આપતો જોવા મળ્યો હતો. ફિલ્ડ પ્લેસમેન્ટના ભાગરૂપે રોહિતને હાર્દિકે બાઉન્ડ્રી પર જવાની સૂચના આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. હાર્દિકના વર્તનથી ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. પરંતુ હવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન રોહિત શર્માએ પોતાનો પાવર બતાવ્યો અને હાર્દિકને બાઉન્ડ્રી સુધી દોડાવ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હૈદરાબાદ સામેની મેચ દરમિયાન રોહિત તેના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો અને હાર્દિકને સમજાવતો પણ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ પણ રોહિત ટીમના માલિક આકાશ અંબાણી અને કેપ્ટન હાર્દિક સાથે લાંબા સમય સુધી વાત કરતો જોવા મળ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદે ટોપ ઓર્ડરના બેટરોની તોફાની ઈનિંગના દમ પર મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ વિકેટના નુકસાને 277 રન બનાવ્યા, જે આઈપીએલમાં એક નવો રેકોર્ડ છે. સનરાઇઝર્સના બેટરોએ શરૂઆતથી અંત સુધી ધમાકેદાર અંદાજમાં રન બનાવ્યા, જેના કારણે એસઆરએચની ટીમ વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા બનાવેલા 5 વિકેટે 263 રનના રેકોર્ડને પાછળ છોડવામાં સફળ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *