મંદિરમાં મહાસંકિર્તન તથા પાલકી ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે
અમદાવાદ
હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 17 એપ્રિલે સાંજના 6.00 વાગ્યાથી રામનવમી ઉત્સવની શરૂઆત થશે. શ્રીરામનવમી ઉત્સવએ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવાતા ઉત્સવમાંનો એક મુખ્ય ઉત્સવ છે. આ ઉત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવના શ્રીવિગ્રહોને ખાસ અંલકારથી શણગારવામાં આવશે. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરવામાં આવશે.
હરેકૃષ્ણ મંદિર, ભાડજ આપ સૌને તા. 17એપ્રિલ, 2024 ના રોજ ઉજવાનારા શ્રી રામનવમી ઉત્સવમાંનો કાર્યક્રમ નીચે મુજબ છે.
તારીખ અને દિન –17એપ્રિલ, 2024,બુધવાર
સ્થળ – હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, અમદાવાદ.
ઉત્સવની વિશિષ્ટતાઓ
1) દર્શન – સવારના ૭.૧૫થી રાત્રીના ૯.૦૦ વાગ્યા સુધી
2) મહાસંકિર્તન તથા પાલકી ઉત્સવ – સાંજના૬.૦૦ વાગ્યાથી
3) રામ તારક યજ્ઞ – સાંજે ૭.૦૦ વાગે
4) મહા આરતી – રાત્રીના ૮.૦૦ વાગે