રોયેલ પ્લે અને વુડટેક રેન્જ સાથેના નવીનતાના પ્રદર્શન કરતી ક્રોસ–કલ્ચરલ ડેકોર ટેન્ડ્સને શોધવા માટે અગ્રણી વ્યાવસાયિકોની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક પેનલ ચર્ચાનું આયોજન કર્યું
અમદાવાદ
વર્લ્ડ ઈન્ટિરિયર ડે 2024 ના અવસરે , એશિયન પેઇન્ટ્સ (Asian Paints), ભારતની અગ્રણી પેઇન્ટ અને ડેકોર કંપનીએ ગૌરવપૂર્વક ‘ડિઝાઇનિંગ ટુમોરો‘ નું આયોજન કર્યું, જે એક વિશિષ્ટ આર્કિટેક્ટ અને ડિઝાઇન ઈવેન્ટ છે. એશિયન પેઇન્ટ્સ (Asian Paints), માર્કેટ અગ્રણી અને ડિઝાઇન અને આર્કિટેક્ચરલ ઇનોવેશનમાં અગ્રણી, નો ઉદ્દેશ્ય જ્ઞાન-આદાન-પ્રદાન સત્રોને સમૃદ્ધ બનાવવા માટે ઉદ્યોગના અગ્રણીઓ, આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સને એકસાથે લાવવાનો પ્રયાસ કરવાનો હતો. ઇવેન્ટમાં આધુનિક આંતરિક ડિઝાઇનના ટ્રેન્ડ્સ અને ભારતીય બજારમાં વૈશ્વિક ટ્રેન્ડ્સ ના સંકલન અંગે ચર્ચા અને અન્વેષણ કરવામાં આવ્યું હતું.
‘ડિઝાઇનિંગ ટુમોરો’ ઇવેન્ટમાં ગુજરાતના, ખાસ કરીને અમદાવાદના એકસો થી વધુ પ્રોફેશનલ લોકોની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી હતી. એશિયન પેઈન્ટ્સ (Asian Paints) દ્વારા વર્લ્ડ ઈન્ટિરિયર ડે માટે બે-શહેરની ડિઝાઈન ઈવેન્ટ્સમાં આ પ્રથમ ઇવેન્ટ છે. પહેલું ચેપ્ટર અમદાવાદમાં શરૂ થયું હતું અને બીજું પુણે માં થશે.
એશિયન પેઈન્ટ્સ (Asian Paints) એકમાત્ર પેઈન્ટ અને ડેકોર કંપની છે જેણે આવા ઈવેન્ટનું આયોજન કર્યું છે, અને ડિઝાઇન અને આર્કિટેક્ટ પ્રોફેશનલ્સને નેટવર્ક કરવા, શીખવા અને વિચારવિમર્શ માટે મૂલ્યવાન પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે.
‘ડિઝાઇનિંગ ટુમોરો’ માં ભારતીય અને વૈશ્વિક ઉદ્યોગની અગ્રણી શખ્સિયાઓ સાથે પેનલ ચર્ચાઓનું આયોજન જોવા મળ્યું હતું. મહત્વના ભાગીદારોમાં ઇટાલીમાંથી બાર્બરા સાનસોનેટી, નોવાકલર, અગ્રણી ઉત્પાદક અને નવીન સામગ્રીના વિતરક, ની આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર, અને રેન્નર ઇટાલિયાના મુખ્ય કેમિસ્ટ એનેઆ બિરાકુ સામેલ હતા, જે એક પ્રતિષ્ઠિત ઇટાલિયન કોટિંગ્સ ઉત્પાદક છે. ભારતીય આર્કિટેક્ટ્સ પ્રશાંત પરમાર, સ્નેહલ સુથાર અને કુણાલ શાહ , જે જાણીતા આર્કિટેક્ટ કંપનીઓના સ્થાપક અથવા મુખ્ય આર્કિટેક્ટ છે, તે પણ પેનલમાં જોડાયા. રેન્નર ઇટાલિયા અને નોવાકલર એશિયન પેઇન્ટ્સના લાંબા ગાળાના ભાગીદારો છે.
પેનલ ચર્ચામાં આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ્સને ભારતીય બજારમાં તેમના અનુકૂલનની પર વાત કરવામાં આવી, અને તે દર્શાવવામાં આવ્યું કે ઉદ્યોગના અગ્રણીઓએ વૈશ્વિક વિભાવનાઓને સ્થાનિક સૌંદર્ય સાથે કેવી રીતે જોડીને બૂટિક પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. સ્થાયીતા એ પેનલ ચર્ચાનો મુખ્ય વિષય હતો, જેમાં પર્યાવરણને અનુકૂળ અને તકનીકી રીતે સુમેળભર્યા ડિઝાઇન પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટમાં એશિયન પેઇન્ટ્સ રોયલ પ્લે (Asian Paints Royal Play)ટેક્ચર્સ અને ડિઝાઇનર પ્લાસ્ટરનો ઉપયોગ કરીને અનન્ય આંતરિક પ્રદર્શનો દર્શાવવામાં આવ્યું હતું. તેના સિવાય, એશિયન પેઇન્ટ્સના (Asian Paints) વુડટેક પ્રદર્શનમાં વુડ ફિનિશના લેટેસ્ટ કલેક્શન અને ઇન્ટિરિયર ટેક્ચર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ઇટાલિયન ફિનિશની વિશિષ્ટ શ્રેણી દર્શાવવામાં આવી, જે દરેક જગ્યાએ લાકડાના પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવે છે.
આર્કિટેક્ટ્સને સ્થાયીતા પર કેન્દ્રિત મૂડ બોર્ડ પ્રવૃત્તિ દ્વારા તેમની ડિઝાઇન દ્રષ્ટિ વ્યક્ત કરવાની તક મળી, જેમાં તેમના રચનાત્મક પેલેટ તરીકે પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો.
સત્રમાં વિવિધ ટેક્ચર્સ અને ફિનિશ પ્રાપ્ત કરવા માટે પ્લાસ્ટર અને કોટિંગ્સના નવીન ઉપયોગો પણ દર્શાવવામાં આવ્યા, જે આતકનીકોના વિકાસ અને સૌંદર્યમય શક્યતાઓને દર્શાવે છે.
‘ડિઝાઇનિંગ ટુમોરો’ એ ક્રિએટિવ વિચારો અને નવીનતા માટે એક પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત થયું, જેમાં ભારતના ભવિષ્યની કલ્પના કરવામાં આવી. ભાગ લેનારાઓને ઇવેન્ટને માહિતીપ્રદ અને પ્રેરણાત્મક લાગ્યું, જેમાં નેટવર્કિંગ અને નવા બિઝનેસ સંબંધો વિકસાવવાની તક મળી.