હોલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ ઈનિંગ્સમાં 9 અને છ વિકેટ લીધી પણ તેમની ટીમ બન્ને મેચમાં ઈનિંગ્સની હારી ગઈ હતી
ડરબન
ગ્લેન ગોર્ડન હોલ સાઉથ આફ્રિકાના તે કમનસીબ ક્રિકેટર, જેમણે મોતને વ્હાલુ કર્યુ. હોલને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તો વધુ તક ના મળી, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે પોતાની એક અલગ જ છાપ છોડી દીધી હતી. તેમણે એક ઈનિંગમાં 9 વિકેટ લેવાની પણ કમાલ કરી હતી, પરંતુ આને તેમનું કમનસીબ જ કહેવાય કે જે મેચની ઈનિંગમાં તેમણે 9 વિકેટ લીધી હતી, તે મેચ તેમની ટીમ ઈનિંગથી હારી ગઈ. એટલુ જ નહીં આ બાદ પણ તેમણે એક મેચમાં 6 વિકેટ લીધી અને તે મેચ પણ તેમની ટીમ ઈનિંગથી જ હારી.
હોલને 1965માં ઈંગ્લેન્ડ સામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. પોતાની ડેબ્યૂ મેચમાં તેમણે એક વિકેટ લીધી. પીટર પોલકને તેમણે બોલ્ડ કર્યા હતા. આ મેચ તેમના કરિયરની પહેલી અને અંતિમ ઈન્ટરનેશનલ મેચ સાબિત થઈ. ઈન્ટરનેશનલમાં ભલે તેમને તક ના મળી પરંતુ ડોમેસ્ટિકમાં તેઓ કમાલ કરી રહ્યા હતા. તેમ છતાં તેમનુ કરિયર 30ની ઉંમર પહેલા જ ખતમ થઈ ગયુ.
કરિયર ખતમ થયાના અમુક વર્ષો બાદ તેમની પત્નીએ તેમને ડિવોર્સ આપી દીધા, જે બાદ તેઓ એકલા રહેવા લાગ્યા અને 49 વર્ષની ઉંમરમાં તેમણે આત્મહત્યા કરી લીધી. હોલના મૃત્યુને આજે 36 વર્ષ થઈ ગયા છે. તેમણે 26 જૂન 1987એ આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. હોલને તેમના ફર્સ્ટ ક્લાસ કરિયર માટે યાદ કરવામાં આવે છે. 1938માં જન્મેલા હોલે 1960-1961માં સાઉછ આફ્રીકન યુનિવર્સિટી તરફથી રમતા વેસ્ટર્ન પ્રોવિન્સ વિરુદ્ધ એક ઈનિંગમાં 9 વિકેટ લીધી.
1964-1965 માં એમસીસીસામે એક ઈનિંગમાં 6 વિકેટ લીધી. જોકે બંને વખતે તેમની ટીમ ઈનિંગના અંતરથી હારી. તેમણે 1967- 1968 બાદ કોઈ ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી નથી. હોલે પૂર્વ મિસ સાઉથ આફ્રિકા સાથે લગ્ન કર્યા હતા. તેમના 2 પુત્ર પણ હતા. 1980ના દાયકામાં તેમની પત્ની તેમનાથી અલગ થઈ ગઈ. પત્નીના અલગ થયા બાદ હોલ એકલા રહેવા લાગ્યા. તેઓ લગભગ 7 વર્ષ સુધી એકલા રહ્યા અને 49 વર્ષની ઉંમરે તેમણે મોતને વ્હાલુ કર્યુ.