સિંધિયાના ખાસ રાકેશ ગુપ્તાનું ભાજપમાંથી રાજીનામું

Spread the love

હું સિંધિયા સાથે ભાજપમાં જોડાયો તો ખરો પણ ત્યાં અમને કોઈ સન્માન ન મળ્યું. સિંધિયાને ટેકો આપનારા અમુક જ ધારાસભ્યો અને મંત્રીઓને લાભ થયોઃ ગુપ્તા

ભોપાલ

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હિલચાલ વધતી જઈ રહી છે. ભાજપ, કોંગ્રેસના નેતાઓમાં આગળ નીકળવાની જાણે હોડ મચી ગઈ છે. ભાજપ માટે હાલમાં એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના ભાજપના નેતા અને શિવપુરીથી જિલ્લા ઉપાધ્યક્ષ રાકેશ ગુપ્તાએ તેમના પદેથી રાજીનામુ આપી દીધું છે. 

પૂર્વ ભાજપ નેતા રાકેશ ગુપ્તા સિંધિયાના નજીકના હતા. ભાજપ છોડતાં તેમણે કહ્યું કે હું સિંધિયા સાથે ભાજપમાં જોડાયો તો ખરો પણ ત્યાં અમને કોઈ સન્માન ન મળ્યું. સિંધિયાને ટેકો આપનારા અમુક જ ધારાસભ્યો અને મંત્રીઓને લાભ થયો છે. જોકે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતાઓને કંઈ મળ્યું નથી. તેમના સન્માનને પણ આંચકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે રાકેશ ગુપ્તા હાલમાં શિવપુરી જિલ્લાથી ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ હતા. 

ભાજપમાંથી રાજીનામુ આપનારા રાકેશ ગુપ્તા કોંગ્રેસમાં શિવપુરના જિલ્લાધ્યક્ષ હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડ્યા બાદ 2020માં તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા પણ તેમને પૂરતું માન ન મળતાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું. તેઓ આજે હવે ફરી કોંગ્રેસમાં જોડાશે. તેઓ 200 ગાડીઓ અને લગભગ એક હજાર સમર્થકોની સાથે ભોપાલમાં પીસીસી પહોંચવા નીકળી ચૂક્યા છે. કમલનાથની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *