વલસાડ
સરદાર પટેલ સ્ટેડિયમ, વલસાડ ખાતે બીસીસીઆઈની કૂચ બિહાર ટ્રોફી મેન્સ અંડર-19 મેચ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી.જેમાં ગુજરાતનો 75 રને વિજય થયો હતો. સૌરાષ્ટ્રે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગ્સમાં 254 રન બનાવ્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગ્સમાં 269 રન બનાવી સરસાઈ મેળવી હતી પણ ગુજરાતનો બીજો દાવ 297 રનમાં સમેટાયા બાદ સૌરાષ્ટ્ર તેની બીજી ઈનિંગ્સમાં 207 રન જ બનાવી શકી હતી. ગુજરાતે 75 રને આસાન વિજય મેળવ્યો હતો.
ટૂંકો સ્કોર
ગુજરાત –પ્રથમ ઈનિંગ્સ – 71.3 ઓવરમાં 254 રન ઓલઆઉટ ( રૂદ્ર એમ પટેલ 96 બોલમાં 6 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 58 રન, મોહિત ઉલ્વા 11 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ).
સૌરાષ્ટ્ર-પ્રથમ ઈનિંગ્સ – 67.2 ઓવરમાં 269 રન ઓલઆઉટ.( મોહિત ઉલ્વા 63 બોલમાં 5 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 55 રન, ખીલન પટેલ 22.2 ઓવરમાં 74 રન આપીને 4 વિકેટ ).
ગુજરાત- બીજી ઈનિંગ્સ – 84.3 ઓવરમાં 297 રન ઓલઆઉટ, વેદાંત ત્રિવેદી 170 બોલમાં 9 ચોગ્ગા, 0 છગ્ગા સાથે 101 રન, રૂદ્ર પી પટેલ 110 બોલમાં 6 ચોગ્ગા, 0 છગ્ગા સાથે 60 રન, ખિલન પટેલ 43 બોલમાં 7 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 55 રન, મૌર્ય ઘોઘારી 31 ઓવરમાં 95 રન આપીને 5 વિકેટ).
સૌરાષ્ટ્ર – બીજી ઈનિંગ્સ – 54.3 ઓવરમાં 207 રન ઓલઆઉટ ( મનીષ યાદવ 91 બોલમાં 5 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 58 રન, કાવ્યા પટેલ 13.3 ઓવરમાં 34 રન આપીને 5 વિકેટ ).
પરિણામ :-ગુજરાત 75 રને જીત્યું