રિલાયન્સ રિટેલ પ્રસ્તુત કરે છે હોમ થિએટર ટીવીની એક નવી રેન્જ જે તમને ઘરે બેઠા વાસ્તવિક સિનેમેટિક અનુભૂતિ પૂરી પાડશે

Spread the love

ઓડિયો ઈક્વિપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હર્મનના સહયોગથી તૈયાર કરાયેલીબીપીએલ હોમ થિએટર ટીવી રેન્જ તમને રસતરબોળ કરી દેનારો સાઉન્ડ પૂરો પાડવા સંપૂર્ણ સજ્જ

અતુલ્ય પિક્ચર ક્વોલિટી માટે QLED અને 4K Ultra HDમાં ઉપલબ્ધ

મુંબઈ

ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલ લિમિટેડે, છ સ્વદેશી બનાવટના, મેડ-ફોર-ઈન્ડિયા હોમ થિએટર LED ટીવીની રેન્જ લોંચ કરી છે, જેને ઓડિયો ઈક્વિપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હર્મન સાથે ભાગીદારીમાં તૈયાર કરાઈ છે. બીપીએલ બ્રાન્ડ હેઠળ લોંચ કરાયેલા આ ટીવીને ખાસ બનાવટના સ્પીકર મોડ્યુલ્સ દ્વારા સર્વોત્તમ ઓડિયો અનુભૂતિની પ્રાપ્તી માટે તૈયાર કરાયેલા છે. આ ઉપરાંત અવિસ્મરણીય પિક્ચર ક્વોલિટી દ્વારા ઘરે બેઠા થિએટર-જેવો અહેસાસ કરાવશે.

બજારમાં હાઈ-ક્વોલિટી, હાઈ-ડેફિનિશન ડિજિટલ સામગ્રીનો જે તેજ ગતિએ ફેલાવો થઈ રહ્યો છે, તેને કારણે ઉપભોક્તાઓ પણ એવા ટીવીને શોધી રહ્યા છે કે જે અભૂતપૂર્વ ઓડિયો આઉટપૂટ અને રસતરબોળ કરી દેનારી પિક્ચર ક્વોલિટી દ્વારા એક નવીતનમ મનોરંજનની અનુભૂતિ પૂરી પાડી શકે. રિલાયન્સ રિટેલે હર્મનના સહકારથી તેની પ્રોપરાઈટરી ઓડિયોઈએફએક્સ ટ્યુનિંગ સોફ્ટવેર દ્વારા તદ્દન નવી બીપીએલ હોમ થિએટર રેન્જને લોંચ કરી છે. આ રેન્જને ચાર એઆઈ અલ્ગોરિધમની શક્તિ પ્રાપ્ત છે જે બહોળા ફલકનો ઓડિયો પૂરો પાડવા સુસંગત રીતે કામ કરે છે. આ ઉપરાંત તે અસાધારણ ક્લેરિટી સાથે બારીકમાં બારીક દૃશ્યોને પણ કેપ્ચર કરી દેખાડે છે. ઉપભોક્તાઓ હવે તેમના ઘરની અંદરના આરામદાયક વાતાવરણમાં વાસ્તવિક સિનેમેટિક અનુભૂતિ માણી શકે છે.

રિલાયન્સ રિટેલ તેની વ્યાપક રેન્જની પ્રોડક્ટ્સ દ્વારા LED ટીવી સેગમેન્ટમાં પોતાની ઉપસ્થિતિને વિસ્તારવા સુસજ્જ છે, જે આધારભૂત, કાર્યક્ષમ અને પોષાય તેવી બની રહે. સ્વાવલંબન તથા નવતર પ્રયોગો પરત્વેની ભારતની સફરનું સમર્થન કરવાની પોતાની વચનબદ્ધતાની રાહ પર આગળ વધીને રિલાયન્સ રિટેલ આ હોમ થિએટર ટીવી રેન્જ સાથે ખરા અર્થમાં ‘મેડ-ઈન-ઈન્ડિયા’ની લાગણી ગર્વભેર પ્રસ્તુત કરે છે. પોતાની આ પહેલ દ્વારા રિલાયન્સ રિટેલ સ્થાનિક ઉત્પાદકીય ઈકોસિસ્ટમમાં વૃદ્ધિ અને નવતર પ્રયોગશીલતાની માવજત કરે છે તેમજ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકે ભારતના ઉદભવમાં યોગદાન આપે છે.

BPL હોમ થિએટર LED ટીવી હવે તમામ દેશભરમાં તમામ ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ, વિશાળ ફોર્મેટ સ્ટોર્સ, આધુનિક રિટેલ આઉટલેટ્સ, અને ઈ-કોમર્સ માર્કેટપ્લેસ જેવા કે jiomart.com અને reliancedigital.in પર ઉપલબ્ધ છે. સર્વિસ ટચ પોઈન્ટ્સના પોતાના વ્યાપક નેટવર્ક દ્વારા, રિલાયન્સ રિટેલ પોતાના ગ્રાહકોને સતત પ્રોડક્ટ સપોર્ટ અને સર્વિસની ખાતરી આપે છે, જે ચોવીસે કલાક ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *