
અમદાવાદ
અંડર-16 ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં વિજયનગર સ્કૂલને હરાવી હીરામણિ સ્કૂલનો ફાઈનલમાં પ્રવેશ થયો હતો. હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા 93.2 ઓવરમાં 10 વિકેટે 236 રન કર્યા હતાં. જેમાં આર્યન કંજવાનીએ 217 બોલમાં 68 રન અને કથન પટેલે 163 બોલમાં 66 રન કર્યા હતા.
વિજયનગર સ્કૂલે 58.5 ઓવરમાં 10 વિકેટે 139 રન કર્યા હતાં. જેમાં શિવાંક મિસ્ત્રીએ 17.5 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ અને શિવમ પટેલે 12 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતી.
આ મેચમાં હીરામણિ સ્કૂલે પ્રથમ ઈનીંગ્સના આધારે વિજય મેળવી અંડર-16 ની ફાઈનમાં પ્રવેશ મેળવ્યો હતો.
આ મેચમાં વિજય થવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન અને સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને અભિનંદન પાઠવ્યા હતાં.
