અમદાવાદ
ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY) 2024, શહેરની અગ્રણી ગોલ્ફિંગ ટુર્નામેન્ટ છે, જેના વિજેતાઓને ગુલમહોર ગ્રીન્સઃ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં વર્ષ 2025નું બિમાવાલે-ગો ગોલ્ફ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું.
સમગ્ર વર્ષ દરમિયાન માસિક આયોજિત 11 ટુર્નામેન્ટમાં સ્કોરના આધારે GGOY ના વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં વિજેતાને પ્રખ્યાત ક્લેરેટ જગની પ્રતિકૃતિ આપવામાં આવી હતી, જ્યારે રનર્સ અપને સિલ્વર પ્લેક મળ્યો હતો.

હિરેન ઠક્કરે 283 સ્ટેબલફોર્ડ પોઈન્ટ સાથે હાઈ હેન્ડીકેપ કેટેગરીમાં જીત મેળવી હતી. નવજોત સિંહ ભામરા 262 સ્ટેબલફોર્ડ પોઈન્ટ સાથે રનર્સ-અપ રહ્યા હતા. મિડ-હેન્ડિકેપ કેટેગરીમાં, સતીશ કુમાર 272 સ્ટેબલફોર્ડ પોઈન્ટ સાથે વિજેતા હતા અને નીરવ સોની 270 પોઈન્ટ સાથે રનર્સ અપ રહ્યા હતા. લો હેન્ડીકેપ કેટેગરીમાં સત્યપ્રકાશ સિંઘે 281 પોઈન્ટ સાથે જીત મેળવી હતી અને રવિ શાહ 278 પોઈન્ટ સાથે રનર્સ અપ રહ્યા હતા.
જુનિયર કેટેગરીમાં, જુહી માવાણી સૌથી વધુ 310 સ્ટેબલફોર્ડ પોઈન્ટ સાથે ચાર્ટમાં ટોચ પર છે, અને દેવજીત સિંહ પાનેસર 289 પોઈન્ટ સાથે રનર્સ-અપ હતા, જે કેટેગરીમાં બીજા નંબરે સૌથી વધુ છે.
ક્લબના મેનેજિંગ ડિરેક્ટર અલ્પેશ પરીખે મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર ટુર્નામેન્ટને સફળતા અપાવવા બદલ તમામ પાર્ટીસિપેટ્સ, સ્પોન્સર અને ગોલ્ફ ઓપરેશન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઇનામ વિતરણ સમારોહની શરૂઆત ગોલ્ફ એકેડેમી ખાતે યોજાયેલી “ક્લોસેસ્ટ ટુ ધ પિન” સ્પર્ધા સાથે થઈ, જ્યાંથી ક્લબની સફર શરૂ થઈ હતી. સ્પર્ધાના વિજેતાઓ સાથે તેજસ દેસવાલ, એ.સી. બોરાહ, નીરવ સોની અને યુ.કે. રાણા શામેલ થયા હતા.
ક્લબએ બે ગોલ્ફરોને તેમના અસાધારણ પ્રદર્શન માટે સન્માનિત કર્યા હતા. વેસ્ટ ઝોન ફીડર ટૂરમાં પ્રથમ રેટિંગ મેળવનાર અંશ જોબનપુત્રાને તેની પ્રભાવશાળી સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે વરુણ પરીખને PGTI દ્વારા આયોજિત પંચકુલા ઓપન ટુર્નામેન્ટમાં તેના અદભૂત વિજય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઇવેન્ટમાં ગો ગોલ્ફ કૅલેન્ડરના 10-વર્ષના માઇલસ્ટોનની પણ ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રદેશની ગોલ્ફિંગ સંસ્કૃતિનો અભિન્ન ભાગ બની ગયો છે. ઉત્સાહ સાથે બિમાવાલે-ગો ગોલ્ફ કેલેન્ડર 2025નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
