
ભાવનગર
ભાવનગરના આંગણે રમાઇ રહેલી 74મી સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં લીગ તબક્કાની મેચોમાં મેળવેલા વિજયના આધારે મેન્સ વિભાગમાં સર્વિસીઝ, પંજાબ, કર્ણાટકની ટીમોએ જ્યારે વિમેન્સમાં પંજાબ, દિલ્હી, કેરળની ટીમોએ ક્વાટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હજુ ગુરૂવારે લીગ તબક્કાની અંતિમ તબક્કાની મેચો રમાશે જેમાંથી મેન્સ અને વિમેન્સ વિભાગની એક-એક ટીમો ક્વાટર ફાઇલનમાં પ્રવેશ મેળવશે.
સિદસર ખાતેના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્ટેડિયમ ખાતે બુધવારે રમાઇ ગયેલી મેન્સ વિભાગની અતિ રોમાંચક લીગ મેચમાં 73-72ના અંતરથી હાર આપી હતી, જો કે, આ પરાજયથી પંજાબના ક્વાટર ફાઇનલના પ્રવેશમાં કોઇ અડચણ પહોંચી ન હતી. અન્ય લીગ મેચમાં કેરળની ટીમે 63-52ના અંતરથી સર્વિસને પરાસ્ત કરી સ્તબ્ધ કરી દીધુ હતુ. પુરુષોના લેવલ 1માં તબક્કામાં તમિલનાડુએ રાજસ્થાનને 83-60થી, મહિલા ભારતીય રેલવેએ કર્ણાટકને 83-33થી, તમિલનાડુએ છત્તીસગઢને 72-63થી અને દિલ્હીએ પંજાબને 70-57થી હરાવ્યું હતુ. લેવલ 2 પુરૂષોમાં યજમાન ગુજરાતે 76-32થી ત્રિપુરાને હરાવીને તેમના ગ્રૂપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતુ, પુડુચેરીએ બિહારને 69-55થી, ઓડિશાએ તેલંગાણાને 70-55થી, મહારાષ્ટ્રે જમ્મુ અને કાશ્મીર 78-70થી, છત્તીસગઢે આંદામાન અને નિકોબારને 56-53થી, પશ્ચિમ બંગાળે 84-78થી હિમાચલ પ્રદેશને, ઉત્તરાખંડની ટીમે 54-49થી ગોવાને અને છત્તીસગઢે 67-39ના અંતરથી ઝારખંડને હાર આપી હતી.