હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા લિમિટેડે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક લોન્ચ કરી
નિર્વિવાદ. અદ્વિતીય. હવે ઇલેક્ટ્રિક.
- રૂ. 17,99,000 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરાઈ
- અભૂતપૂર્વ રોડ પ્રેઝન્સ માટે બોલ્ડ, મજબૂત અને સ્પોર્ટી ડિઝાઇન
- બે બેટરી પેક વિકલ્પોઃ 51.4 kWh (લોંગ રેન્જ) અને 42 kWh જે અનુક્રમે 473 કિમી[i] અને 390 કિમી[ii]ની ડ્રાઇવિંગ રેન્જ આપે છે
- વધુ સુરક્ષા અને કાર્યક્ષમતા માટે ADAS લિંક્ડ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ
- સુગમ અને નવીનતમ અનુભવ માટે અંદર અને બહાર બંને બાજુ વ્હીકલ-ટુ-લોડ (V2L)[iii]
- તમામ વેરિઅન્ટ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે 75થી વધુ એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ અને 52 સેફ્ટી ફીચર્સ
- IP67રેટેડ બેટરી પેક સાથે વોટર સૉક ટેસ્ટ, બેટરી ડ્રોપ ટેસ્ટ સહિત આધુનિક ઇવી ક્ષમતાઓથી સજ્જ
- તસવીરો માટેની લિંક
ગુરુગ્રામ, 17 જાન્યુઆરી, 2024 – હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા લિમિટેડે (એચએમઆઈએલ) રૂ. 17,99,000 ની પ્રારંભિક કિંમત સાથે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ખાતે તેની અત્યંત-પ્રતિક્ષિત હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકનું આજે લોન્ચિંગ કર્યું હતું. હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક તેની બોલ્ડ ડિઝાઇન, આધુનિક ટેક્નોલોજી, દમદાર પર્ફોર્મન્સ અને સંપૂર્ણ સુરક્ષા સાથે ઇલેક્ટ્રિક એસયુવી સેગમેન્ટમાં નોંધપાત્ર પરિવર્તનનું વચન આપે છે. નિર્વિવાદ. અદ્વિતીય. હવે ઇલેક્ટ્રિક એવી ક્રેટા ભારતીય ગ્રાહકો માટે ટેક્નોલોજીની દ્રષ્ટિએ આધુનિક પ્રોડક્ટ્સ પૂરી પાડવાની એચએમઆઈએલની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકના લોન્ચ અંગે એચએમઆઈએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉનસૂ કિમે જણાવ્યું હતું કે ક્રેટા ઇલેક્ટ્રિક એચએમઆઈએલની ઇલેક્ટ્રિફિકેશનની સફરમાં એક અભૂતપૂર્વ ક્ષણ છે અને તે સરકારના મેક ઈન ઈન્ડિયા વિઝન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે કારણ કે તે ભારતમાં અમારી પ્રથમ સ્વદેશી ઇવી એસયુવી છે. ઇલેક્ટ્રિક મોબિલિટીમાં વૈશ્વિક નિપુણતાના એક દાયકા કરતા વધુ સમયથી હ્યુન્ડાઇ મોટર કંપનીએ ઇવી ઇનોવેશનમાં અગ્રણી તરીકે પોતાને સ્થાપિત કરી છે. હવે આ જ ઇનોવશન અને નિપુણતા ભારત લાવવામાં આવી છે જે આપણા દેશના ઇવી ક્ષેત્રને વધારે છે. હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક માનવતા માટે પ્રગતિ અને ભારતને આધુનિક મોબિલિટી સોલ્યુશન્સ માટે ગ્લોબલ હબ બનાવવાની હ્યુન્ડાઇની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. અમને વિશ્વાસ છે કે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ભારતીય ઇવી ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપશે અને આ સેગમેન્ટના વિકાસ માટે ખૂબ જ જરૂરી વેગ પૂરો પાડશે.
હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિફાઇડ એક્સટિરિયરઃ હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક બોલ્ડ અને ભવિષ્યલક્ષી ડિઝાઇન ધરાવે છે જે રોડ પર આધુનિકતાનો અંદાજ રજૂ કરે છે. ઇવી માટે હ્યુન્ડાઇની ગ્લોબલ પિક્સલ ડિઝાઇન લેંગ્વેજથી પ્રેરિત હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક નીચે મુજબના ફીચર્સ ધરાવે છેઃ
- ઇલેક્ટ્રિફાઇડ અપીલઃ હ્યુન્ડાઇની ગ્લોબલ ઇવી સિગ્નેચર પિક્સલ ડિઝાઇન ડીએનએ ધરાવતી હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ઇન્ટિગ્રેટેડ ચાર્જિગ પોર્ટ અને પિક્સલેટેડ ગ્રાફિક લૉઅર બમ્પર સાથે પિક્સલેટેડ ગ્રાફિક ફ્રન્ટ ગ્રીલ સાથે આવે છે. વ્હીકલના ફ્રન્ટને પિક્સલેટેડ ગ્રાફિક રિઅર બમ્પર, એલઈડી ટેઇલ લેમ્પ્સ અને પિક્સલેટેડ એલઈડી રિવર્સ લેમ્પ્સ ધરાવતી ભવિષ્યલક્ષી રિઅર ડિઝાઇન દ્વારા પૂરક બનાવવામાં આવ્યું છે.
- એક્ટિવ એર ફ્લેપ્સ (એએએફ)[iv]– હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક એક્ટિવ એર ફ્લેપ્સ (એએએફ)થી સજ્જ છે, જે મહત્તમ ઊર્જા કાર્યક્ષમતામાં મદદ કરે છે. તે વ્હીકલના પાર્ટ્સને ઠંડા રાખવામાં અને એરોડાયનેમિક્સને વધારવામાં પણ મદદ કરે છે.
- એરોડાયનેમિક ડિઝાઇન– સ્મૂધ ડ્રાઇવ માટે એરોડાયનેમિક્સને વધારવા માટે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક લૉ રોલિંગ રેસિસ્ટન્સ (એલઆરઆર) ટાયર્સ અને સ્પોર્ટી રિયર સ્પોઇલર સાથે R17 (D=436.6mm)એરો એલોય વ્હીલ્સ સાથે આવે છે.
- ડાયનેમિક સાઇડ પ્રોફાઇલ– હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકની સાઇડ પ્રોફાઇલ ડાયનેમિક અને બોલ્ડ ડિઝાઇન ધરાવે છે જેની સાથે સ્ટ્રેઇટ રૂફલાઇન છે જે તેનું સુંદરતામાં વધારો કરે છે.
- ભવિષ્યલક્ષી રિઅર ડિઝાઇન–હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકનો પાછળનો ભાગ નવીનતમ અને આકર્ષક ડિઝાઇન દર્શાવે છે જે તેની પિક્સલેટેડ ડિઝાઇન પેટર્ન દ્વારા રજૂ થાય છે. પિક્સલેટેડ ડિઝાઇન રિવર્સ લેમ્પ્સ દ્વારા પૂરક થતા એલઈડી ટેઇલ લેમ્પ્સ ભવિષ્યલક્ષી અપીલ રજૂ કરે છે જે પાછળના ભાગને બધાથી અલગ તરી આવે એવો અદ્વિતીય દેખાવ આપે છે.
વાઇબ્રન્ટ ઇન્ટિરિયરઃ પ્રીમિયમ કમ્ફર્ટ સાથે સ્માર્ટ ટેક્નોલોજી ભળે છે. હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકની અંદર નજર કરો તો તમને એક આધુનિક લાઇફસ્ટાઇલ માટે ખાસ તૈયાર કરેલી વાઇબ્રન્ટ કેબિન જોવા મળશે.
- ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર્સઃ હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ડાર્ક નેવી કલર થીમ સાથે ડ્યુઅલ-ટોન ગ્રેનાઇટ ગ્રે સાથે આવે છે અને ફ્લોટિંગ કન્સોલ પર સુંદર ઓશન બ્લૂ સરાઉન્ડ એમ્બિયન્ટ લાઇટિંગ ધરાવે છે જે આધુનિક ઇન-કેબિન અનુભવ પૂરો પાડે છે જે વ્હીકલના બોલ્ડ એક્સટિરિયરને પૂરક બનાવે છે.
- ફ્લોટિંગ કન્સોલઃગ્રાહકોને કેબિનમાં ઓપનનેસની પ્રતીતિ કરાવવા માટે ડિઝાઇન કરાયેલી હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ફ્લોટિંગ કન્સોલ સાથે આવે છે, જે સ્માર્ટ ઓપન સ્ટોરેજ સ્પેસ પૂરી પાડે છે અને ડ્રાઇવરનો અનુભવ તથા ઉપયોગ વધારે છે.
- ઇકો-ફ્રેન્ડલી સીટ્સ[v]: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકની સીટ્સ ફેબ્રિક માટે રિસાયકલ્ડ પ્લાસ્ટિક બોટલ્સ અને આર્ટિફિશિયલ લેધર સીટ અપહોલ્સ્ટેરી માટે કોર્ન એક્સ્ટ્રેક્ટ્સ સહિત ટકાઉ મટિરિયલ્સથી બનેલી છે જે ટકાઉપણા માટે એચએમઆઈએલની પ્રતિબદ્ધતાનુ પ્રમાણ છે. આ સીટ્સ અપહોલ્સ્ટેરી અંગે અનોખી હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ડિટેલિંગ પણ રજૂ કરે છે.
- ડ્યુઅલ કર્વિલિનિયર સ્ક્રીન્સ:ભવિષ્યલક્ષી કોકપિટ રજૂ કરવા માટે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકએચડીઇન્ફોટેનમેન્ટ અને ડિજિટલ ક્લસ્ટર સાથે 26.03 સેમી (10.25”) ડ્યુઅલ કર્વિલિનિયર સ્ક્રીન ધરાવે છે, જેમાં સફરમાં ઉપલબ્ધ તમામ મહત્વપૂર્ણ ઇવી વિશિષ્ટ માહિતી રજૂ કરે છે.
- ઇવીયુનિક સ્ટીયરિંગ વ્હીલ: હ્યુન્ડાઇ ક્રેટા ઈલેક્ટ્રિક એક અનોખા, આધુનિક થ્રી-સ્પોક સ્ટીયરીંગ વ્હીલ સાથે આવે છે જે મોર્સ કોડની ડિટેઇલિંગધરાવે છે.
- ટચ ટાઈપ ક્લાઈમેટ કંટ્રોલ પેનલ:સંપૂર્ણ ટચ-ટાઈપ ડ્યુઅલ ઝોન ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ (DATC) સાથેહ્યુન્ડાઇ ક્રેટા ઈલેક્ટ્રિક ડ્રાઈવર અને તેની સાથે મુસાફરી કરનાર વ્યક્તિ માટે વ્યક્તિગત ટેમ્પરેચર સેટિંગ ઓફર કરે છે,જે કારમાં બેસનારાઓને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. “ડ્રાઈવર ઓન્લી” મોડ ઉર્જાના ઉપયોગનેઓપ્ટિમાઇઝ કરવા અને રેન્જને મહત્તમ કરવા માટે પેસેન્જર વેન્ટ્સને બંધ કરે છે.
ઉત્કૃષ્ટ સ્પેસ અને કમ્ફર્ટ:હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ઇવી એસયુવીમાર્કેટમાં આરામ, સ્ટાઇલઅને કાર્યક્ષમતા માટેના માપદંડો વધારે છે. નવા યુગના, ટેક-સેવી ગ્રાહકો માટે બનાવાયેલી હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક જગ્યા અને આરામને ફરીથી વ્યાખ્યાયિત કરે છે, જેમાં વધુ જગ્યા રાખવા, ટકાઉ મટિરિયલ્સ વાપરવા અને અત્યાધુનિક ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે. હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકની દરેક ઇન્ટિરિયર ડિટેઇલ્સ ગ્રાહકોને અત્યંત આરામ અને સોફિસ્ટિકેશન પૂરું પાડવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે.
- વધુ જગ્યા માટે લાંબો વ્હીલબેઝ: 2610 મીમી લાંબા વ્હીલબેઝ સાથે, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક મહત્તમ ઇન્ટિરિયર સ્પેસ પૂરી પાડે છે,જે તમામ મુસાફરોને આરામ આપે છે. તે કારમાં બેસનાર દરેક વ્યક્તિને પૂરતો લેગરૂમ, ની રૂમ, હેડરૂમ અને શોલ્ડર રૂમ પણ પ્રદાન કરે છે.
- સરળ પ્રવેશ અને બહાર નીકળવું: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રીકની સીધી છત સરળ પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધા આપે છે, જેમાં રહેવાસીઓ માટે મુશ્કેલી-મુક્ત ઍક્સેસ સુનિશ્ચિત થાય છે.
- કારમાં જવા અને બહાર નીકળવાની સરળતા: હ્યુન્ડાઇક્રેટાઇલેક્ટ્રિકનીસીધી રૂફલાઇનસરળપ્રવેશઅનેબહારનીકળવાનીસુવિધાઆપેછે, જેનાથી કારમાં બેસનાર વ્યક્તિઓમાટેઝંઝટ-મુક્તએક્સેસસુનિશ્ચિતથાયછે.
- 8-વે પાવર્ડ ફ્રન્ટ સીટ્સ:હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ફ્રન્ટ-રો પેસેન્જર્સ (ડ્રાઈવર અને કો-ડ્રાઈવર) માટે 8-વે પાવર્ડ સીટો સાથે આવે છે, જે સરળ સીટિંગ સુનિશ્ચિત કરે છે અને લાંબી ડ્રાઈવ પર પણ સુવિધામાં વધારો કરે છે.
- ડ્રાઈવર મેમરી સીટ:વેલકમ રિટ્રીટ ફંક્શન ધરાવતી ડ્રાઈવર-સાઈડ મેમરી સીટ સાથે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક સંપૂર્ણ ડ્રાઈવિંગ સ્થિતિ સુનિશ્ચિત કરે છે. તે તમારી પસંદગીની સીટ પોઝિશનને પણ સેવ કરે છે અને માત્ર એક બટન દબાવવાથી તમે ઈચ્છો ત્યારે તેના પર પાછા ફરી શકો છો.
- પાવર્ડ પેસેન્જર સીટ વૉક-ઈન ડિવાઈસ:ડ્રાઈવર-સંચાલિત અનુભવ માટે, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક પાવર્ડ પેસેન્જર સીટ વૉક-ઈન ડિવાઈસથી સજ્જ છે જેનાથી પાછળ બેસનાર આગળની પેસેન્જર સીટને ઇલેક્ટ્રિકલી એડજસ્ટ કરી શકે છે અને વધારાનો લેગરૂમ ખોલી શકે છે.
- વોઈસ-સક્ષમ સ્માર્ટ પેનોરેમિક સનરૂફ: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક વોઈસ-એનેબલ્ડ સ્માર્ટ પેનોરેમિક સનરૂફ સાથે આવે છે, જેનાથી પેસેન્જર્સ માત્ર કમાન્ડ વડે તેને સરળતાથી ખોલી અને બંધ કરી શકે છે. તે દરેક રાઇડમાં આરામ અને સગવડતાનો સ્પર્શ ઉમેરે છે, જે મુસાફરોને ડ્રાઇવ પર હોય ત્યારે બહારના રમણીય દ્રશ્યોનો આનંદ માણવા સક્ષમ બનાવે છે.
- ઇનોવેટિવ સ્પેસ સોલ્યુશન્સ: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક તમામ મુસાફરોની જગ્યાની જરૂરિયાતો પૂરી કરવા માટે 22 લિટર ફ્રંક સ્પેસ તથા433 લિટર બૂટ સ્પેસ ઓફર કરે છે.
અગ્રણી ટેક્નોલોજી: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક સુનિશ્ચિત કરે છે કે દરેક પ્રવાસ ટેક્નોલોજી દ્વારા સમર્થિત છે. વાસ્તવિક ટેકની આગેવાની હેઠળનો ડ્રાઇવિંગ અનુભવ આપવા માટે, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક નીચેની સુવિધાઓથી સજ્જ છે:
- ઇન-કાર પેમેન્ટઃ હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ઇન-કાર પેમેન્ટ સાથે આવે છે જે ગ્રાહકોને 1,150 કરતાં વધુ ચાર્જિંગ પોઈન્ટ્સ પર કારની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સીધા ઇવીચાર્જિંગ માટે પેમેન્ટ કરવા તેમને સક્ષમ બનાવીને તેમની સુગમતામાં વધારો કરે છે.myHyundaiમોબાઈલ એપનો ઉપયોગ કરીને ગ્રાહકો સમગ્ર ભારતમાં 10,000 થી વધુ ચાર્જિંગ પોઈન્ટ શોધી શકે છે.
- ડિજિટલ કી: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ડિજિટલ કી ઓફર કરે છે, જેનાથીયુઝર્સ તેમના સ્માર્ટફોન અથવા સ્માર્ટવોચનો ઉપયોગ કરીને વાહનને લોક, અનલૉક અને સ્ટાર્ટ કરી શકે છે.
- ADAS લિંક્ડ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ADAS-લિંક્ડ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે જે ઓટોમેટિકલી આગળના વાહનથી અંતર શોધી કાઢે છે અને તે મુજબ રિજનરેટિવ બ્રેકિંગ લેવલને એડજસ્ટ કરે છે.
- શિફ્ટ-બાય-વાયર (એસબીડબ્લ્યુ):હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક કૉલમ-ટાઇપ ડિઝાઈન શિફ્ટ-બાય-વાયર સિસ્ટમ ધરાવે છે, જે વધેલી સગવડતા સાથે સાહજિક નિયંત્રણ અને ભવિષ્યલક્ષી ડ્રાઈવિંગ અનુભવ પ્રદાન કરે છે.
- સિંગલ પેડલ ડ્રાઇવ (i-Pedal):હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક i-Pedal ટેક્નોલોજી સાથે આવે છે, જે ડ્રાઇવરને માત્ર એક્સિલરેટર પેડલનો ઉપયોગ કરીને વેગ આપવા, ધીમી પાડવા અથવા સંપૂર્ણ બંધ કરવા માટે સક્ષમ બનાવે છે. એક્સિલરેટરમાંથી પગ હટાવતા જ કાર સંપૂર્ણ બંધ થઈ જશે.
- વ્હીકલ-ટુ-લોડ (V2L):હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક નવીન વ્હીકલ-ટુ-લોડ ટેક્નોલોજી સાથે આવે છે, જેનાથી મુસાફરો કેમ્પિંગ દરમિયાન અથવા કટોકટી દરમિયાન પાવર ઍક્સેસ કરી શકે છે. તે વાહનની અંદર અને બહાર બંનેથી ગેજેટ્સ અને એપ્લાયન્સિસના પાવરિંગને સક્ષમ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે કારમાં બેઠેલા લોકોને ક્યારેય પાવરની અછત ન પડે.
- ઇન-કાર એક્સપિરિયન્સ: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક તેની અદ્યતન એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ સાથે કારનો અનુભવ વધારે છે, જે ઇમર્સિવ, ઉચ્ચ-ગુણવત્તાવાળા ઓડિયો માટે BOSE પ્રીમિયમ સાઉન્ડ 8સ્પીકર સિસ્ટમ ધરાવે છે. JioSaavn[vi]દ્વારા ઇન-કાર મ્યુઝિક સ્ટ્રીમિંગ દ્વારા તેને પૂરક બનાવાઇ છે.
- એડવાન્સ્ડ ક્લાઈમેટ કંટ્રોલ:હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકમાં ટચ-ટાઈપ ડ્યુઅલ ઝોન ઓટોમેટિક ટેમ્પેરેચર કંટ્રોલ (ડીએટીસી) છે જેમાં ડ્રાઈવર-ઓન્લી મોડ અને મહત્તમ આરામ માટે વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ છે. આ વ્હીકલ કૂલ્ડ ગ્લોવ બોક્સ અને કૂલ્ડ સ્ટોરેજ સાથે ફ્રન્ટ આર્મરેસ્ટ સાથે પણ આવે છે.
- ઇન્ટેલિજન્ટ વોઇસ કમાન્ડ્સ: 268 એમ્બેડેડ વોઇસ-એનેબલ્ડ કમાન્ડ્સ અને 132 હિન્દી વોઇસ કમાન્ડ્સ સાથે, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક તમારી પસંદગીઓને સરળ રીતે જણાવવા પર વિવિધ પાસાં પર અસરકારક નિયંત્રણ સક્ષમ કરે છે. તે સલામત અને વધુ સાહજિક ડ્રાઇવિંગ અનુભવને પણ સપોર્ટ કરે છે.
- હ્યુન્ડાઇ બ્લુલિંક કનેક્ટિવિટી: વધુ સુગમતા અને સુરક્ષા માટે હ્યુન્ડાઇ બ્લુલિંક સાથે 70થી વધુ કનેક્ટેડ ફીચર્સ, જે કારમાં બેસનારાઓને દરેક સમયે વ્હીકલ સાથે કનેક્ટેડ રાખે છે.
અભૂતપૂર્વ પર્ફોર્મન્સ: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક હ્યુન્ડાઇની અદ્યતન ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે, જે સફરમાં અભૂતપૂર્વ પર્ફોર્મન્સ ઓફર કરે છે.
- રોમાંચક એક્સીલરેશન: માત્ર 7.9 સેકન્ડમાં 0-100 કિમી/કલાકના એક્સીલરેશન સાથે, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક દરેક સફરને મુસાફરો માટે રોમાંચક અનુભવ બનાવે છે.
- હાઇ એનર્જી ડેન્સિટી: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક બે બેટરી પેક સાથે ઉપલબ્ધ છે:
- 51.4 kWh બેટરી પેક (લોંગ રેન્જ) એક જ ચાર્જમાં 473 કિમી[vii] ઓફર કરે છે
- 42 kWh બેટરી પેક સિંગલ ચાર્જમાં 390 કિમી[viii] ઓફર કરે છે
- પાવરફુલ પરફોર્મન્સ: 51.4 kWh બેટરી પેક (લાંબી રેન્જ) 126 kW (171 PS) પાવર જનરેટ કરે છે, જ્યારે 42 kWh બેટરી પેક 99 kW (135 PS) પાવર જનરેટ કરે છે. આ ફ્લેક્સિબિલિટીથી ગ્રાહકો એક શક્તિશાળી અને કાર્યક્ષમ ડ્રાઇવિંગ અનુભવને સુનિશ્ચિત કરીને, તેમની ડ્રાઇવિંગ જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે બંધબેસતો વિકલ્પ પસંદ કરી શકે છે.
- બેટરી હીટર: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક બેટરી હીટરથી સજ્જ છે જે ઠંડા હવામાનમાં મહત્તમ ચાર્જિંગ પ્રદર્શન અને રેન્જ સુનિશ્ચિત કરે છે.
- 11 kW ઝડપી સ્માર્ટ કનેક્ટેડ વોલ બોક્સ ચાર્જર: હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક 11 kW સ્માર્ટ કનેક્ટેડ વોલબોક્સ ચાર્જર (એસીહોમ ચાર્જિંગ) નો ઉપયોગ કરીને માત્ર 4 કલાકમાં 10 ટકાથી 100 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ચાર્જર સ્માર્ટ કનેક્ટિવિટી સાથે આવે છે અને યુઝર્સ તેને સીધા myHyundaiએપથી ઓપરેટ કરી શકે છે.
- ડીસીચાર્જરનો ઉપયોગ કરીને ફાસ્ટ ચાર્જિંગ:ફાસ્ટ ડીસી ચાર્જર સાથે, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક માત્ર 58[ix] મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.
- 100 kW: 39 મિનિટ[x]
- 50 kW: 58 મિનિટ
- સંપૂર્ણ સુરક્ષાઃ હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકને મનની સંપૂર્ણ શાંતિ પ્રદાન કરવા માટે વિવિધ અદ્યતન સુવિધાઓ સાથે, કારમાં બેસનારાઓને સર્વાંગી સલામતી પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે:
- મજબૂત બોડી સ્ટ્રક્ચર: આશરે સાથે 75 ટકા એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (એએચએસએસ) અને હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (એચએસએસ) સાથે બનાવાયેલી તથાહોટ સ્ટેમ્પિંગના વ્યાપક ઉપયોગ સાથે, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક કારમાં બેસનારાઓની ફરતે કોકૂન બનાવે છે જે દરેક પ્રવાસ દરમિયાન તેમની સલામતી સુનિશ્ચિત કરે છે.
- Hyundai SmartSenseLevel 2ADAS:હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક Hyundai SmartSenseLevel 2ADAS સાથે આવે છે, જે 19 ટેક-એનેબલ્ડ સેફ્ટી ફંક્શન્સ ઓફર કરે છે. આમાં લેન કીપિંગ આસિસ્ટ, ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ, બ્લાઈન્ડ સ્પોટ કોલિઝન વોર્નિંગ અને સ્ટોપ એન્ડ ગો સાથે સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલનો સમાવેશ થાય છે, જે એક વ્યાપક સલામતી પૂરી પાડે છે.
- તમામ વેરિઅન્ટ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે 52 સેફ્ટી ફીચર્સ સહિત 75થી વધુ એડવાન્સ સેફ્ટી ફીચર્સ: 75થી વધુ એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ અને તમામ વેરિયન્ટમાં 52 સ્ટાન્ડર્ડ ફીચર્સ સાથે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક કારમાં બેસનાર દરેક માટે મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
- તમામ વેરિઅન્ટ્સમાં સ્ટાન્ડર્ડ તરીકેના સેફ્ટી ફીચર્સઃ
- છ એરબેગ્સ
- ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ
- ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક્સ (ઇપીબી)
- હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ (એચએસી) અને હિલ ડિસન્ટ કંટ્રોલ (એચડીસી)
- વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (વીએસએમ) સાથે ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ (ઇએસસી)
- ચાઇલ્ડ સીટ એન્કર (ISOFIX)
- ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (ટીપીએમએસ)
- આ ઉપરાંત, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક સરાઉન્ડ વ્યૂ મોનિટર (એસવીએમ), બ્લાઇન્ડ વ્યૂ મોનિટર (બીવીએમ), રેઇન સેન્સિંગ વાઇપર્સ અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ (એફપીએએસ) ઓફર કરે છે.
- IP67 રેટેડ બેટરી – આ વ્હીકલની બેટરી IP67 રેટેડ છે, જે તમામ ભૂપ્રદેશો અને હવામાન પરિસ્થિતિઓ પર વધુ માનસિક શાંતિ માટે તેને ધૂળ અને પાણીને પ્રવેશતા રોકે છે. ગ્રાહકની સુરક્ષા સુનિશ્ચિત કરીને તેણે 16-ફીટ ડ્રોપ ટેસ્ટ પણ પાસ કર્યો છે. આ કાર પર વોટર સૉક ટેસ્ટપણ કરવામાં આવ્યો છે,જે બહાર કાઢવામાં આવે તે પહેલાં 120 સેકન્ડ માટે 420 એમએમ પાણીમાંથી પસાર થઈ છે.
કલર્સઃ
હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક 8 મોનોટોન (3 મેટ ઓપ્શન સહિત) અને 2 ડ્યુઅલ ટોન વિકલ્પોમાં ઉપલબ્ધ છે જે વિવિધ સ્ટાઇલિશ પસંદગીઓ પૂરી પાડે છેઃ
મોનોટોન – મેટાલિક | મોનોટોન – મેટ | ડ્યુઅલ ટોન |
ઓશન બ્લૂ | ઓશન બ્લૂ મેટ | બ્લેક રૂફ સાથે ઓશન બ્લૂ |
એટલાસ વ્હાઇટ | ટાઇટન ગ્રે મેટ | અબીસ બ્લેક રૂફ સાથે એટલાસ વ્હાઇટ |
ફિઅરી રેડ | રોબસ્ટ એમરાલ્ડ મેટ | |
સ્ટારી નાઇટ | ||
અબીસ બ્લેક |
સંપૂર્ણ માનસિક શાંતિઃ
હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક એક પ્રભાવશાળી વોરંટી પેકેજ સાથે આવે છે, જે ગ્રાહકોને સંપૂર્ણ મનની શાંતિ આપે છે. તેમાં 3-વર્ષની વ્હીકલ વોરંટી (અમર્યાદિત કિલોમીટર), 8વર્ષ/1.6 લાખ કિમી બેટરી વોરંટીનો સમાવેશ થાય છે, જે બેટરીની લાંબી ટકાઉતાને દર્શાવે છે, જે ઇવી માલિકો માટે એક મુખ્ય ઘટક છે. માલિકોને 3 વર્ષની કોમ્પ્લીમેન્ટ્રી રોડસાઇડ આસિસ્ટન્સ (આરએસએ)નો પણ લાભ મળશે.
મૂલ્યને વધુ વધારવા માટે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક 5 વર્ષ સુધી Hyundai’s Shield of Trust Package (રનિંગ રિપેર અને મેઇન્ટેનન્સ પેકેજ) સાથે આવે છે. વાહન 7 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી સાથે પણ આવે છે.
ટેક્નિકલ સ્પેસિફિકેશનઃ
બાબતો | 42 kWh | 51.4 kWh (લોંગ રેન્જ) |
માપ | ||
કુલ લંબાઇ (મિમી) | 4340 | |
કુલ પહોળાઇ (મિમી) | 1790 | |
કુલ ઊંચાઇ (મિમી) | 1655[xi] | |
વ્હીલબેઝ (મિમી) | 2610 | |
ઇલેક્ટ્રિક પાવર | ||
મહત્તમ પાવર (kW (PS)) | 99 (135) | 126 (171) |
હાઇ વોલ્ટેજ બેટરી | ||
ક્ષમતા (kWh) | 42 | 51.4 |
ડ્રાઇવિંગ રેન્જ | 390[xii] | 473[xiii] |
ચાર્જિંગ | ||
અંદાજિત એસી ફાસ્ટ ચાર્જિંગ (SOC 10% to 100%)[xiv]11 kW ફાસ્ટ એસી ચાર્જરથી | 4 કલાક | 4 કલાક 50 મિનિટ્સ |
અંદાજિત ડીસી ફાસ્ટ ચાર્જિંગ (SOC 10% to 80%)[xv]50 kW ડીસી ફાસ્ટ ચાર્જરથી | 100 kW: 39 મિનિટ્સ[xvi]50 kW: 58 મિનિટ્સ | |
વ્હીલ અને XHMIGCC01 | ||
ટાયર અને વ્હીલ | 215/60 R17 (D=436.6 મિમી) એરો એલોય વ્હીલ |
હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકની કિંમતો (ભારતીય રૂપિયામાં, એક્સ-શોરૂમ) | |||||
વેરિઅન્ટ્સ | એક્ઝિક્યુટિવ | સ્માર્ટ | સ્માર્ટ (O)* | પ્રીમિયમ* | એક્સીલન્સ એલઆર* |
42kWh બેટરી પેક | 17,99,000 | 18,99,900 | 19,49,900 | 19,99,900 | – |
51.4kWh બેટરી પેક | – | – | 21,49,900 | – | 23,49,900 |
*11kW સ્માર્ટ કનેક્ટેડ વોલ-બોક્સ ચાર્જર (ઇન્સ્ટોલેશન સાથે) રૂ. 73,000 ની વૈકલ્પિક કિંમત સાથે ઉપલબ્ધ છે.
[i]As per AIS 040 (Rev.1) (km) ARAI certification, range is dependent upon multiple factors please visit www.hyundai.com for more details
[ii]As per AIS 040 (Rev.1) (km) ARAI certification, range is dependent upon multiple factors please visit www.hyundai.com for more details
[iii] For V2L outside, the gun would be available as an accessory on payable basis
[iv] Functionality is dependent upon multiple factors
[v] Basis variants seat upholstery are of two types either fabric or bio-leather. Fabric upholstery consist of 20% recycled PET bottle material. Bio-leather consist of 10% bio-material (corn extracts)
[vi] Complimentary subscription is valid for 1 year from date of purchase, thereafter subscription needs to be renewed on payable basis.
[vii] As per AIS 040 (Rev.1) (km) ARAI certification, range is dependent upon multiple factors please visit www.hyundai.com for more details
[viii] As per AIS 040 (Rev.1) (km) ARAI certification, range is dependent upon multiple factors please visit www.hyundai.com for more details
[ix] Charging time is dependent upon multiple factors including charger specifications, ambient temperature, uninterrupted power supply, etc.
[x] Charging time is dependent upon multiple factors including charger specifications, ambient temperature, uninterrupted power supply, etc.
[xi] With roof rails
[xii] ARAI certified, Urban + Extra Urban (MIDC Part 1+ Part 2), actual performance figure may vary depending on various conditions including driving pattern
[xiii] ARAI certified, Urban + Extra Urban (MIDC Part 1+ Part 2), actual performance figure may vary depending on various conditions including driving pattern
[xiv] Depending on the condition of high voltage battery, charger specification, and ambient temperature, the time required for charging the high voltage battery may vary
[xv] Depending on the condition of high voltage battery, charger specification, and ambient temperature, the time required for charging the high voltage battery may vary
[xvi] Available from second half of 2025. Current customers will get it through software update