નેશનલ ગેમ્સ ટેનિસમાં ગુજરાતની મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો

Spread the love

દહેરાદૂનમાં રમાયેલી ફાઈનલમાં ગુજરાતનો મહારાષ્ટ્ર સામે પરાજય થયો

દહેરાદૂન

દહેરાદૂનમાં રમાઈ રહેલી નેશલ ગેમ્સની મહિલા ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ટીમનો ફાઈનલમાં મહારાષ્ટ્ર સામે પરાજય થયો હતો. ટાઈટલ માટે ફેવરિટ તરીકે ઊતરેલી ગુજરાતની ખેલાડીઓએ જોરદાર રમત બતાવી હતી પરંતુ મહારાષ્ટ્રની આકાંક્ષા નત્તુરે અને વૈશ્નવી અદકરે દહેરાદૂનની કોર્ટના ટ્રેક પર વધુ સારી રમત બતાવીને વિજય મેળવ્યો હતો. ગુજરાતની ઝીલ દેસાઈનો આકાંક્ષા નત્તુરે સામે 3-6, 6-3, 3-6થી જ્યારે વૈદેહી ચૌધરીનો વૈશ્નવી અદકર સામે 3-6, 3-6થી પરાજય થયો હતો.  

નેશનલ ગેમ્સમાં ગુજરાતની મહિલા ટેનિસ ટીમનાં ઝીલ દેસાઈ, વૈદેહી ચૌધરી, સૌમ્યા વિજ, પ્રિયાંશી ભંડારી, વિધિ જાની ટીમના કોચ નુપુર થિરાની અને ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી શ્રીમલ ભટ્ટ સાથે નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *