130 જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોએ લીધો ભાગ
અમદાવાદ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, અમદાવાદ જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારી તથા નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત દિવ્યાંગ ભાઈઓ બહેનોની ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી.
સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ ખાતે યોજાયેલી ક્રિકેટ સ્પર્ધામાં 130 જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાઈઓ માટેની સ્પર્ધાઓમાં 18 વર્ષથી નીચેની ઉંમરના તથા બહેનો માટેની સ્પર્ધાઓમાં 18 વર્ષથી નીચેની અને ઉપરની ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો હતો.



બહેનોની સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે સ્ટેટપ મહિલા ટીમ તથા દ્વિતિય અને તૃતીય નંબરે અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગરની ટીમો વિજેતા બની હતી.
ભાઈઓની સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે અંધજન મંડળ – વસ્ત્રાપુરની ટીમ, દ્વિતિય નંબરે અંધશાળા – નવરંગપુરાની ટીમ તથા તૃતિય નંબરે અંધજન મંડળની ટીમો વિજેતા બની હતી.
સ્પર્ધાનું સંપૂર્ણ આયોજન દિનેશ પંડ્યા તથા તારક લુહાર અને તેમની ટીમે કર્યું હતું.
