બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે એયુએમમાં 100 ટકાથી વધુના વધારા સાથે ત્રીજી વર્ષગાંઠ ઉજવી

Spread the love

મુંબઈ

બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે માત્ર ત્રણ વર્ષમાં તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 21,000 કરોડથી બમણાથી વધુ રૂ. 49,000 કરોડ** કરી છે. રોકાણ ક્ષમતાઓ અને પહોંચમાં નોંધપાત્ર વિસ્તરણ દ્વારા આ સીમાચિહ્ન હાંસલ થયું છે, જે ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની તરીકેની તેની સ્થિતિને મજબૂત બનાવે છે.

મજબૂત રોકાણ પ્રદર્શન દ્વારા ટેકો મળવાના લીધે છેલ્લા 3 વર્ષમાં અમારી એયુએમમાં વૃદ્ધિ થઈ છે. માનવ મૂડી અને પ્રક્રિયાઓમાં તેનું વ્યૂહાત્મક રોકાણ કંપનીની સફળતાનું મુખ્ય ચાલકબળ છે. ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ટીમ બમણાથી વધુ થઈ ગઈ છે. આનાથી સારી રીતે વ્યાખ્યાયિત રોકાણ પ્રક્રિયા, ગાર્ડ-રેલ્સ, મજબૂત જોખમ નિયંત્રણ અને પોર્ટફોલિયો મોનિટરિંગ સાથે અમને રોકાણકારો માટે સંપત્તિનું સર્જન કરવામાં મદદ મળી છે. આ સમયગાળા દરમિયાન, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે તેના પ્રોડક્ટ સ્યુટ* ને 50 ટકાથી વધુ વિસ્તાર્યો છે, જેમાં ભારત અને વિદેશમાં રોકાણ કરતા એક્ટિવ અને પેસિવ ઇન્વેસ્ટિંગ, ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ, મલ્ટી-એસેટ, થીમેટિક અને સેક્ટરલ ફંડ્સને આવરી લેવામાં આવ્યા છે.

“ફક્ત ‘ઈન્ડિયા’ જ નહીં, પરંતુ ‘ભારત’માં પણ રોકાણકારો અને ભાગીદારોને સેવાઓ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા તરીકે, હવે અમારી પાસે દેશના તમામ 90 ટકા પિન કોડ્સમાં આવરી લેતા રોકાણકારો છે*. અમે અમારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં મજબૂત વૃદ્ધિ જોઈ છે જેમાં અગ્રણી બેંકો, નેશનલ ડિસ્ટ્રીબ્યુટર્સ, સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર્સ, સેબી રજિસ્ટર્ડ રોકાણ સલાહકારો અને અન્યનો સમાવેશ થાય છે. અમે માનીએ છીએ કે રોકાણ પ્રદર્શન પર અમારું સતત ધ્યાન, ડિસ્ટ્રીબ્યુશન અને પહોંચમાં વધારો આગામી 3 વર્ષમાં અમારી એયુએમને ફરીથી બમણી કરવામાં મદદ કરશે. અમારું ધ્યેય દેશભરના રોકાણકારોને ભારતના આર્થિક વિકાસ અને નાણાંકીય બજારોની અપાર સંભાવનાઓમાં ભાગ લેવા માટે સશક્ત બનાવવાનું છે. અમે ‘ટુગેધર ફોર મોર’ ના અમારા બ્રાન્ડ વચનના ભાગ રૂપે સમગ્ર ઈન્ડિયા અને ભારતમાં સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (‘AMC’) ના સીઈઓ સુરેશ સોનીએ જણાવ્યું હતું.

“અમારા ઘણા ફંડ્સ પોતપોતાની કેટેગરીઝમાં ટોચના પર્ફોર્મર્સમાં સ્થાન ધરાવે છે. અમારું ધ્યાન ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના ક્ષિતિજોમાં રોકાણકારો માટે સતત વળતર આપવા, આલ્ફા જનરેટ કરવા અને સંપત્તિ બનાવવા પર રહે છે” એમ એએમસીના સીઆઈઓ – ઇક્વિટી સંજય ચાવલાએ જણાવ્યું હતું. સંશોધન-સમર્થિત રોકાણ વ્યૂહરચનાઓ અને વિવિધ એસેટ ક્લાસમાં મજબૂત પ્રક્રિયાઓના પગલે આ પર્ફોર્મન્સ જોવા મળ્યું છે.

સ્થાનિક બજારો ઉપરાંત એએમસીએ ભારતમાં વિદેશી રોકાણ આકર્ષવામાં પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. ફંડ હાઉસે યુરોપ, દક્ષિણ કોરિયા અને જાપાનના સંસ્થાકીય અને રિટેલ રોકાણકારો પાસેથી ઓફશોર ઇક્વિટી ફંડ્સ સફળતાપૂર્વક એકત્ર કર્યા છે. “તાજેતરમાં ભારતમાંથી એફઆઈઆઈનો આઉટફ્લો જોવાઇ રહ્યો છે છતાં અમારા ઓફશોર ફંડ્સની એયુએમ છેલ્લા ત્રણ વર્ષમાં 220 મિલિયન ડોલરથી બમણી થઈને 460 મિલિયન ડોલર* થઇ છે. પેન્શન ફંડ્સ અને ફેમિલી ઓફિસીસ સહિત વૈશ્વિક રોકાણકારો ભારતની મજબૂત આર્થિક સંભાવનાને ઓળખે છે અને આ બજારમાં લાંબા ગાળાની ફાળવણી કરવા માંગે છે” એમ એએમસીના ઓફશોર એડવાઇઝરી અને એઆઈએફના વડા જયેશ ગાંધીએ જણાવ્યું હતું.

“રેટ કટ અને નિયમિત પ્રવાહિતા હળવી કરવાના પગલાંની શરૂઆત સાથે અમે નાણાંકીય વર્ષ 2026માં સ્થાનિક સ્તરે વ્યાજ દરોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખીએ છીએ. આનાથી રોકાણકારો માટે સ્પ્રેડ કમ્પ્રેશન અને યિલ્ડ કર્વમાં બુલ સ્ટીપનિંગની તક ખુલી છે. આ ચોક્કસપણે અમારી ફિક્સ્ડ ઇન્કમ એયુએમ વધારવામાં અમને વધુ મદદ કરશે. છેલ્લા બે વર્ષોમાં બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ ધીમે ધીમે વિવિધ ફંડ્સમાં REITs અને INViTs* માં તેના રોકાણકારોને વધુ ડાયવર્સિફિકેશન કરવામાં મદદ કરી રહ્યું છે, જેનાથી ચોક્કસપણે તેના રોકાણકારોને ત્રીજા એસેટ ક્લાસમાં વધુ ડાયવર્સિફિકેશન કરવામાં મદદ મળી છે. REIT અને INViT ના પ્રાયમરી અને સેકન્ડરી માર્કેટ બંનેમાં સંસ્થાનોની ભાગીદારીમાં વધારો થવાથી, અમે અમારા પોર્ટફોલિયોને વધુ ડાયવર્સિફાઇ કરવાનો પ્રયાસ કરીએ છીએ” એમ એએમસીના સીઆઈઓ-ફિક્સ્ડ ઇન્કમ પ્રશાંત પિમ્પલેએ જણાવ્યું હતું.

એએમસી ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ઓથોરિટી (આઈએફએસસીએ) પાસેથી મેળવેલા રિટેલ લાઇસન્સનો ઉપયોગ કરીને ઓફશોર ફંડ સ્પેસમાં રોકાણ આકર્ષવા માટે પણ કામ કરી રહી છે. “આ લાઇસન્સથી અમે ગિફ્ટ સિટીને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટરમાં ફેરવવાના વડાપ્રધાન મોદીના વિઝનને સાકાર કરવામાં ભૂમિકા ભજવીશું, જે એશિયા અને મધ્ય પૂર્વમાં પ્રાદેશિક સાથીદારોને ટક્કર આપશે” એમ શ્રી સોનીએ જણાવ્યું હતું.

મજબૂત ગ્રોથ સ્ટ્રેટેજી, રોકાણકારો-કેન્દ્રિત સોલ્યુશન્સ અને નાણાંકીય સમાવેશ તથા સંપત્તિ નિર્માણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા સાથે, બરોડા બીએનપી પારિબા એએમસી ભારતના મ્યુચ્યુઅલ ફંડ અને એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં એક મજબૂત તાકાત બનવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *