ખેલ મહાકુંભ રાજયકક્ષા સ્પોર્ટ કલાઈમ્બીંગમાં અમપાને પાંચ ગોલ્ડ મેડલ

Spread the love

નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાઈઓ-બહેનો માટે અં-૧૪, અં-૧૭ અને ઓપન એજ વયજૂથમાં યોજાઈ સ્પર્ધાઓ

અમદાવાદ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગની સ્વાયત્ત સંસ્થા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦ યોજાઈ રહ્યો છે.

જિલ્લા રમત વિકાસ અધિકારી અમદાવાદ અને જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદ શહેરની કચેરી દ્વારા ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદના નિકોલ રમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ ૩.0 રાજયકક્ષા સ્પોર્ટ કલાઈમ્બીંગ સ્પર્ધા યોજાઈ હતી.
ભાઈઓ-બહેનો માટે અં-૧૪, અં-૧૭ અને ઓપન એજ વયજૂથમાં યોજાયેલી સ્પર્ધામાં ગુજરાત રાજયના વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધાના પરિણામોમાં અં-૧૪ વયજૂથ ભાઈઓ-બહેનોમાં ૫ ગોલ્ડ મેડલ સાથે અમદાવાદ મહાનગરપાલિકા, અં-૧૭ વયજૂથ ભાઈઓ-બહેનોમાં ૪ ગોલ્ડ મેડલ સાથે રાજકોટ ગ્રામ્ય તથા ઓપન વયજૂથ ભાઈઓમાં ૨ ગોલ્ડ મેડલ સાથે જામનગર મહાનગરપાલિકા અને બહેનોમાં ૨ ગોલ્ડ મેડલ સાથે અમદાવાદ ગ્રામ્ય ઓવરઓલ મેડલ સાથે વિજેતા થયા હતા.

વિજેતા થયેલા ખેલાડીઓને રાજય સરકાર દ્વારા મેડલ તેમજ પ્રોત્સાહનરૂપે વ્યક્તિગત ઇવેન્ટમાં પ્રથમ દ્વીતીય અને તૃતીય વિજેતા ખેલાડીને અનુક્રમે રૂ.૧૦,૦૦૦/-, રૂ.૭,૦૦૦/- અને રૂ.૫,૦૦૦/- જેવી ઈનામી રકમ આપીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *