કરૂણ નાયર ટેસ્ટ ટીમમાં પુનઃપ્રવેશની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો

Spread the love

જયપુર

છેલ્લા 12-16 મહિનામાં ઘરેલુ સર્કિટમાં સારું પ્રદર્શન કર્યા પછી ટેસ્ટ ટીમના કોલની રાહ જોઈ રહ્યો હોવાનું અને આઠ વર્ષના લાંબા ગાળા પછી ભારતીય ટેસ્ટ ટીમમાં પાછા ફરવા પર ગર્વ અનુભવે છે અને ભાગ્યશાળી માનતો હોવાનું સિનિયર બેટ્સમેન કરુણ નાયરે કહ્યું હતું.

33 વર્ષીય નાયરને શનિવારે 20 જૂનથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચના ટેસ્ટ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. નાયરે 2004-05 સીઝનમાં બહુ રન બનાવ્યા હતા. તે છેલ્લે 2017 માં ભારત માટે રમ્યો હતો.

ખરેખર ખુશી અને ગર્વ અનુભવું છું. છેલ્લા 12-16 મહિનામાં સારી બેટિંગ કરી રહ્યો છું. જે બાબત મને આ સન્માન અપાવવામાં મહત્વપૂર્ણ રહી છે, એમ નાયરે શનિવારે રાત્રે અહીં આઈપીએલની મેચમાં તેની ટીમ દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને છ વિકેટથી હરાવ્યા બાદ કહ્યું હતું.

2017માં ટેસ્ટમાં ભારતના બીજા ટ્રિપલ સેન્ચુરિયન બન્યા પછી તરત જ રાષ્ટ્રીય નાયરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

પુનઃઆગમન બદલ હું દરેકનો આભાર માનું છું, મને ખુશી થઈ છે, ગર્વ અનભવવાની સાથે પોતાને ભાગ્યશાળી માનું છું. જેમ તમે બધાએ (પસંદગી વિશે) જાણ્યું તેમ મને જાણવા મળ્યું. હું આ કોલની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, નજીકના લોકો તરફથી ઘણા શુભેચ્છા સંદેશા મળ્યા, એમ જમણા હાથના બેટરે કહ્યું હતું.

2024-25 સીઝનમાં વિદર્ભને રણજી ટ્રોફી જીતાડવામાં તેનો દેખાવ મહત્વપૂર્ણ રહ્યો હતો. રણજી ટ્રોફીમાં, તેણે નવ મેચમાં ચાર સદી સાથે 863 રન બનાવ્યા, જ્યારે વિજય હજારે ટ્રોફીમાં, તેણે માત્ર આઠ ઇનિંગ્સમાં 779 રન બનાવ્યા, જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. આ પ્રદર્શને ભારતીય ટીમમાં તેના વાપસીનો માર્ગ મોકળો કર્યો હતો.

દિલ્હી કેપિટલ્સના પ્લે-ઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા પછી શનિવારના વિજય વિશે બોલતા, નાયરે કહ્યું કે પરિણામ દર્શાવે છે કે તેઓ એક સારી ટીમ છે.

અદ્ભુત લાગે છે, અમે ખરેખર આને લાયક છીએ. અમે અમારા શ્રેષ્ઠ પ્રદર્શનમાં નહોતા. પરંતુ આજની રાત બતાવે છે કે અમે એક સારી ટીમ છીએ જેણે ખરાબ રમત રમી હતી, એમ તેણે કહ્યું હતું.

જ્યારે યુવા સમીર રિઝવીએ તેની પહેલી આઈપીએલ ફિફ્ટી માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો, ત્યારે નાયરે 27 બોલમાં 44 રનની અમૂલ્ય ઇનિંગ રમીને ડીસીને મિડલ ઓવરોમાં સારી સ્થિતિમાં મૂક્યું હતું.

હું બોલને ખૂબ સારી રીતે ફટકારી રહ્યો છું, ટુર્નામેન્ટમાં ઘણા રન સાથે આવ્યો હતો. આત્મવિશ્વાસ ઊંચો હતો. હું ખૂબ વહેલા ઘણા શોટ રમી રહ્યો હતો, કોચે મને કહ્યું હતું કે યોગ્ય સમય લો અને પછી મોટો દેખાવ કરો,એમ નાયરે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *