બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલી સિનિયર મેન્સ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપમાં સૂર્યવંશી એફસી એ કીક જેક એફસી પર 11-3 થી વિજય હાંસલ કર્યો હતો. સૂર્યવંશી એફસીના કૃષ્ણ આહીર મેન ઓફ ધ મેચ થયો હતો. પ્રોગ્રેસિવ એસએ એ ગોતા એફસી પર 10-8 થી વિજય હાંસલ કર્યો હતો.
પ્રોગ્રેસિવ એસએના ગૌરવ કાકેલકર મેન ઓફ ધ મેચ થયો હતો. ઇટીએફસી એ જામનગર જાયંટ પર 8-0 થી વિજય હાંસલ કર્યો હતો. ઇટીએફસીના રાહુલ રાવત મેન ઓફ ધ મેચ થયો હતો. પી એમ ફાઉડેશને જગન્નોટ એફસી ને 6-1 થી પરાજય આપ્યો હતો. પી એમ ફાઉડેશનના અનિકેત કનોજિયા મેન ઓફ ધ મેચ થયો હતો. રોયલ લાયન એફસી એ દ્વિવેદી બ્રધર ને 7- 4 થી પરાજય આપ્યો હતો. રોયલ લાયન એફસીના વિશાલ યાદવ મેન ઓફ ધ મેચ થયો હતો.
સિનિયર વુમન્સની મેચ માં રોયલ લાયન એફસી એ સૂર્યવંશી એફસી ને 6-0 થી પરાજય આપ્યો હતો. રોયલ લાયન એફસીની ન્યાસા કનોજિયા મેન ઓફ ધી મેચ થઈ હતી. નવરચના એસએ એ કહાની એફસી ને 2-1 થી પરાજય આપ્યો હતો. નવરચના એસએની તનીસ્કાસિંગ ચૌહાણ મેન ઓફ ધ મેચ થઈ હતી.
