ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં પ્રોગ્રેસિવ એસએનો કીક જેક એફસી પર  8-0 થી વિજય

Spread the love

બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ સિનિયર મેન્સ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ માં પ્રોગ્રેસિવ એસએ એ કીક જેક એફસી પર  8-0 થી વિજય મેળવ્યો હતો. પ્રોગ્રેસિવ એસએના સુરજ સેનોઈ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ગોટ એફએ બરોડા એ જામનગર જાયંટ પર પર 5-0 થી વિજય હાંસલ કર્યો હતો. ગોટ એફએના  સૌરભ નિકમ મેન ઓફ ધ મેચ થયો હતો.  સૂર્યવંશી એફસીએ  એનફીલ્ડ ટાઉન એફસી પર 7-4થી વિજય મેળવ્યો હતો. સૂર્યવંશી એફસીના સોહિલ બોકરે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

બરોડા એફએ એ દ્વિવેદી બ્રધરને 10-6 થી મહાત આપી હતી. બરોડા એફએ ના પાર્થ બડગો મેન ઓફ ધ મેચ બન્યો હતો. પીએમ ફાઉડેસનએ રોયલ લાયન એફસીને 9-2 થી પરાજય આપ્યો હતો. પીએમ ફાઉડેસનના મિતેશ બારિયા મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બરોડા એફએએ જગરનોટ એફસી ને 6-0 થી મહાત આપી હતી. બરોડા એફએના રુદ્ર ક્ષેત્રી મેન ઓફ ધ મેચ બન્યો હતો.

સિનિયર વુમન્સની મેચમાં સમિક્ષા એફસી એ  રોયલ લાયન એફસીને 2-0 થી હાર આપી હતી.  સમિક્ષા એફસીની અંજલી સરોજ પ્લેયર ઓફ ધ મેચ બની હતી. બીજી મેચમાં ડીઓડીજીઇઆરએસ એફસીએ નવરચના એસએને 18-0 થી હાર આપી હતી.  ડીઓડીજીઇઆરએસ એફસીની અંતરબેન ઠાકોર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *