મુંબઈ
ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આજે વૉઇસ-આધારિત જોખમ મૂલ્યાંકન ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી ક્લિઅરસ્પીડ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ચેનલ પાર્ટનર Aelius દ્વારા આપવામાં આવેલ આ સોલ્યુશનનો હેતુ ભારતમાં વીમાના દાવાઓમાં થતી છેતરપિંડીના જોખમને ઉકેલવાનો છે.
ક્લિઅરસ્પીડ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા મોટર ચોરીના દાવાઓ પર જોખમ વ્યવસ્થાપનના ઉકેલને સફળતાપૂર્વક પાયલોટ કરવામાં આવ્યું હતું. ભારતીય બજારમાં મોટર ચોરી એક મોટો મુદ્દો છે અને કેટલાક છેતરપિંડી કરનારાઓ આ તકનો ઉપયોગ છેતરામણા દાવાઓ દાખલ કરવા માટે કરે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના આઈસીએલએમ, મોટર થર્ડ પાર્ટી ક્લેમ્સ અને લિટિગેશનના વડા શ્રી નઝીમ ખાને જણાવ્યું હતું કે, “ક્લિઅરસ્પીડ સાથેની આ ભાગીદારી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના છેતરપિંડી નિવારણ મોડેલ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે જેને અમે ઘણા વર્ષોથી વિકસાવી રહ્યા છીએ અને તેજ બનાવી રહ્યા છીએ. ભારતીય વીમા બજારમાં અમારા વ્યાપક અનુભવ સાથે ક્લિઅરસ્પીડના જોખમ મૂલ્યાંકન માટેના નવા અભિગમને એકીકૃત કરીને, અમે છેતરપિંડીયુક્ત દાવાઓના જોખમને ઉકેલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ અને અમારા ગ્રાહકોના વાસ્તવિક દાવાઓને સમયસર સમાધાન મળે તેની ખાતરી કરી રહ્યા છીએ.”
ક્લિઅરસ્પીડનો જોખમ મૂલ્યાંકન માટેનો ક્રાંતિકારી અભિગમ પરંપરાગત પદ્ધતિઓથી મૂળભૂત રીતે અલગ છે. વ્યાપક દસ્તાવેજીકરણ માન્યતા, વ્યક્તિલક્ષી મૂલ્યાંકન અને પ્રોસેસિંગના લાંબા સમય પર આધાર રાખતી પરંપરાગત જોખમ મૂલ્યાંકન પદ્ધતિઓથી વિપરીત, ક્લિયરસ્પીડનો ઉકેલ છે:
· ઝડપી – દાવાની પતાવટને ઝડપી બનાવવા માટે વાસ્તવિક સમયની આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે
· પૂર્વગ્રહ-મુક્ત – ઐતિહાસિક ડેટા અથવા આગાહી મોડેલોથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે
· ઘર્ષણ રહિત – વાસ્તવિક ગ્રાહકો માટે બોજારૂપ પગલાં દૂર કરે છે
“ભારતીય બજાર માટે જે અનોકા પ્રકારના પડકારો છે તેને ઉકેલવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે ભાગીદારીથી ઉત્સાહિત છીએ,” એમ ક્લિઅરસ્પીડના સીઈઓ એલેક્સ માર્ટિને જણાવ્યું હતું. “અમે યુ.કે. અને યુ.એસ.માં કેટલીક સૌથી મોટી વૈશ્વિક વીમા કંપનીઓને ટેકો આપ્યો છે, જેનાથી સરેરાશ દાવાઓના સંચાલન સમયમાં 50% નો ઘટાડો થયો છે અને દાવેદારોને તેમના દાવાની તાત્કાલિક પતાવટમાં 40% નો વધારો થયો છે. અમે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને તેમના ઉત્તમ ગ્રાહક અનુભવ રેટિંગ જાળવી રાખીને આ પ્રકારની કાર્યક્ષમતાને અંકે કરવામાં મદદ કરવા આતુર છીએ.”
આ ભાગીદારી અંતર્ગત પ્રારંભિક સ્તરે મોટર ચોરીના દાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે જેને ઝડપી પ્રક્રિયાથી લાભ થશે, ભાગીદારી વિકસિત થયા પછી વીમાના અન્ય ક્ષેત્રોમાં સહયોગ વિસ્તારવાની યોજના છે.
