વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે KFS ઇસ્ટમાં આયુર્વેદ સત્રનું આયોજન

Spread the love

અમદાવાદ

 હીરાપુર સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઇસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે “આયુર્વેદની શક્તિ દ્વારા આરોગ્ય અને સુખાકારી” વિષય પર એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું સંચાલન અખંડાનંદ આયુર્વેદિક કોલેજના ડૉ. અજિતસિંહ ગોહિલે કર્યું હતુંજેઓ આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાત છે.

ડૉ. ગોહિલે સરળ આયુર્વેદિક પદ્ધતિદિનચર્યા અને કુદરતી ઉપચારો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે જ્ઞાનવર્ધક માહિતી પ્રદાન કરી. ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આ સત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતીઆ સત્ર શાળા દ્વારા સર્વાંગી શિક્ષણ અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપવાના વિઝન સાથે સુસંગત હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *