અમદાવાદ
અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની કાશ્મીક ફોર્મ્યુલેશને ઉત્પાદન ક્ષમતા વધારવા, આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની હાજરી મજબૂત કરવા અને ઓટોમેશન થકી ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવાના હેતુઓથી નોંધપાત્ર વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરી છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24માં રૂ. 20 કરોડની આવક નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 100 ટકાની વૃદ્ધિ સાથે નાણાંકીય વર્ષ 2024-25માં રૂ. 40 કરોડ થઈ છે અને હવે તેણે નાણાંકીય વર્ષ 2025-26 માટે રૂ. 100 કરોડની આવકનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે.

1 કરોડ ટેબ્લેટ્સના રોજિંદા ઉત્પાદન સાથે પૂર્ણ ક્ષમતા પર હાલ કામ કરી રહેલી કંપની ઉત્પાદન વધારીનેદૈનિક 1.5 કરોડ ટેબ્લેટ્સ કરવા માટે 50 ટકા ક્ષમતા વધારો કરવાની યોજના બનાવી રહી છે. આ વિસ્તરણ માટે લગભગ રૂ. 20 કરોડનું રોકાણ ફાળવવામાં આવશે અને આયોજિત વૃદ્ધિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની કામગીરી ચાલી રહી છે.
કાશ્મીક ફાઉન્ડેશન હાલ તેના બ્રાન્ડેડ જેનેરિક્સમાંથી તેની આવકના લગભગ 70 ટકા તથા પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ ક્લાયન્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગથી 20-30 ટકા હિસ્સો મેળવે છે. કંપનીની આવકમાં નિકાસોનો હિસ્સો 20 ટકા છે અને આગામી પાંચ વર્ષમાં આ હિસ્સાને વધારીને 50 ટકા કરવા માટેની યોજનાઓ પર હાલ કામ ચાલી રહ્યું છે. કંપની મ્યાનમાર, લેટિન અમેરિકા અને ચોક્કસ આફ્રિકન દેશો સહિત અનેક સેમી-રેગ્યુલેટેડ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં તેની પ્રોડક્ટ્સનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયામાં છે.
તાજેતરમાં લીધેલા એક વ્યૂહાત્મક પગલાંમાં કાશ્મીક ફોર્મ્યુલેશને એન્ટી-ડાયાબિટીક સેગમેન્ટમાં DAPNEC બ્રાન્ડ હેઠળ Dapagliflozin લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટને તેની હરીફ બ્રાન્ડ્સ કરતાં નોંધપાત્ર રીતે ઓછી કિંમતે એટલે કે 400 ટકા સુધી કિફાયતી રાખવામાં આવી છે જે સુલભ અને કિફાયતી હેલ્થકેર સોલ્યુશન્સ માટેની કંપનીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
આ ઉપરાંત કંપની બદલાતા ઉદ્યોગ ધોરણો સાથે અનુપાલન સુનિશ્ચિત કરવા અને ઉત્પાદકતા વધારવા માટે તેના પેકેજિંગ ઓપરેશન્સના ઓટોમેશનમાં રૂ. 4-5 કરોડનું રોકાણ કરી રહી છે. જમ્મુમાં નવું આરએન્ડડી સેન્ટર સ્થાપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે અને આગામી 3થી 5 વર્ષમાં ઇન્જેક્ટેબલ્સમાં ડાયવર્સિફાઇ કરવાનું લાંબા ગાળાનું વિઝન છે.
આ અંગે કાશ્મીક ફોર્મ્યુલેશનનામેનેજિંગ ડિરેક્ટર શ્રી નિલેશ પટેલે જણાવ્યું હતું કે કાશ્મીક ખાતે અમે સ્કેલેબલ, કાર્યક્ષમ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ક્ષમતાઓ ઊભી કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ. અમારું તાત્કાલિક લક્ષ્યાંક ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય પહોંચને વિસ્તારવા તથા ગુણવત્તા, કિફાયતીપણા અને નવીનતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા જાળવી રાખવાનો છે. અમે હાલ જે વ્યૂહાત્મક રોકાણો કરી રહ્યા છીએ તે અમારા લાંબા ગાળાના વિકાસ અને વૈશ્વિક સ્થિતિ માટેના પાયાને આકાર આપશે.
કંપની હાલ બહારથી મૂડી એકત્રિત કરી રહી નથી પરંતુ તે તેના વ્યૂહાત્મક માર્ગના ભાગરૂપે આગામી 2થી 3 વર્ષમાં આઈપીઓની શક્યતાને સક્રિયપણે ચકાસી રહી છે.
કાશ્મીક ફોર્મ્યુલેશના મતે ચીનના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) પરની સતત નિર્ભરતા ભારતમાં મધ્યમ કદની ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો માટેનો પડકાર છે. કંપનીએ સોર્સિંગમાં વિવિધતા લાવવામાં ખર્ચ સંબંધિત અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી છે પરંતુ જીએમપી કમ્પલાયન્સ અને આરએન્ડડી માટે સાનુકૂળ નીતિવિષયક પ્રોત્સાહનોના પગલે ઉદ્યોગની વૃદ્ધિ અંગે આશાવાદી રહે છે.
