ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ગુરુવારે સ્થાનિક ખેલાડી આરવ સિંઘવીએ અંડર-17 અને અંડર-19માં તેની ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચો જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટનો 26મી જૂનથી પ્રારંભ થયો છે. 26મી થી 29મી જૂન દરમિયાન આ ટુર્નામેન્ટ અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાશે.
આરવના સ્થાનિક સાથી ખેલાડી નૈરિત વૈદ્યએ પણ અંડર-17ના ક્વોલિફાઈંગ રાઉન્ડની તેની પ્રારંભિક મેચ જીતી લીધી હતી.
ગુરુવારે યોજાયેલા ભવ્ય ઉદઘાટન સમારંભમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચીફ વિજિલન્સ ઓફિસર જે. કે. રાઠોડ (સીપીઇએસ)એ સત્તાવાર રીતે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓ સમારંભના મુખ્ય અતિથિ હતા. આ સમારંભમાં અન્ય મહેમાનોમાં તેજાભાઈ કાંગડ (નીલકંઠ ગ્રૂપના ડાયરેક્ટર), અજય નાયર (વિનએશિયા મેરીટાઇમ પ્રા. લિ.ના ડાયરેક્ટર), ભિખુભાઈ અગ્રવાલ (એમ આર, શાહ ગ્રૂપના ડાયરેક્ટર), ડી કે અગ્રવાલ (સીપીએલ ગ્રૂપના ડાયરેક્ટર), મહેશ તિર્થાણી (ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સચિવ), તથા જીએસટીટીએના સેક્રેટરી હરિ પિલ્લાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કેડીટીટીએના હોદ્દેદારો તુલસી સુજાના (પ્રમુખ), મનીષ હિંગોરાણી (સેક્રેટરી), સુનીલ મેનન અને કમલ અસનાની (જોઇન્ટ સેક્રેટરી), પ્રશંતા બુચ (સ્થાપક સદસ્ય) અને રાજીવ સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.
ક્વોલિફાઈંગ રાઉન્ડના પરિણામો:
મેન્સઃ આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ અંકિત ચૌહાણ 11-7,11-6,11-4; અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ યથાર્થ પટેલ 11-1,11-7,11-4; હેત ઠક્કર જીત્યા વિરુદ્ધ સુમિત વાજર 11-6,11-3,11-2; હિમાંશુ દહિયા જીત્યા વિરુદ્ધ દેવ પંડ્યા 11-9,11-3,11-5; ભાવિન દેસાઈ જીત્યા વિરુદ્ધ રાજીવ સિંઘ 11-7,11-5,12-14,11-9.
બોયઝ અંડર-19 : માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ રિયાન શાહ 14-12,8-11,12-10,11-7; તક્ષ કોઠારી જીત્યા વિરુદ્ધ આત્મન ચૌધરી 11-4,11-2,11-5; પરમ પરમાર જીત્યા વિરુદ્ધ યુગ પરમાર 11-5,5-11,11-6,11-7; આરવ સિંઘવી જીત્યા વિરુદ્ધ અર્હત શાહ 11-6,11-2,11-7; વંદન સુતરિયા જીત્યા વિરુદ્ધ શિવ કાપડીયા 11-5,11-3,11-1.
બોયઝ અંડર-17 : નૈરિત વૈદ્ય જીત્યા વિરુદ્ધ જયવીર બારડ 11-8,8-11,11-3,11-3; આરવ સિંઘવી જીત્યા વિરુદ્ધ પરમ પરમાર 11-8,11-5,11-7; અર્પજ્યોતિ મંડલ જીત્યા વિરુદ્ધ અભિ ત્રિવેદી 9-11,11-9,12-10,7-11,11-6; ધ્રુવ બાંભાણી જીત્યા વિરુદ્ધ અર્હત શાહ 11-4,11-8,11-4.
