ઉદ્યોગો રોજગારીની સાથે સામાજિક જવાબદારી ઉપાડે એ જરૂરી, રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં યોગદાન આપેઃ સી.આર. પાટીલ

Spread the love

H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે ભારતનો સૌથી મોટો સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો, ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે 4 જુલાઈ, 2025ના રોજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

  • કંપનીએ વાર્ષિક 24 હજાર મેટ્રિક ટન મેન્યુફેક્ચરિંગ કેપેસિટી સાથે પ્લાન્ટમાં અંદાજે રૂ. 150 કરોડનું રોકાણ કર્યું છે
  • ફુલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક રૂ. 700થી 750 કરોડનું વેચાણ કરવા સક્ષમ છે
  • અત્યારે ભારતમાં 90થી 95 ટકા એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમની આયાત કરવામાં આવે છે.
  • સપ્ટેમ્બર 2024માં ભારત સરકારે પાંચ વર્ષના સમયગાળા માટે ચીનથી ઈમ્પોર્ટ થતી એલ્યુમિનિયમ ફ્રેમ્સ પર પ્રતિ મેટ્રિક ટન 403 ડોલરથી 577 ડોલર (14 ટકાની ઈક્વિવેલન્ટ) સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે
  • ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી કેપેસિટી સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાં નોંધપાત્ર હિસ્સો આશરે 280 ગીગાવોટ સોલર પાવરમાંથી આવવાની અપેક્ષા છે.

અમદાવાદ

એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મલાઈદર ધંધો છે અને આ પ્લાન્ટથી રોજગારીનું તો સર્જન થશે જ પણ ઉદ્યોગો રેઈન વોટર હાર્વેસ્ટિંગની સામાજિક જવાબદારી નિભાવે એ જરૂરી છે, એમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ગુજરાત સ્થિત, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે રાજકોટ ખાતે ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના અમદાવાદમાં ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તેમના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું. આ પ્લાન્ટ રાજકોટના ચિભડા ગામમાં આ વાર્ષિક 24,000 મેટ્રિક ટન (MT) ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગીગાવોટ (GW) સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે એવો સક્ષમ છે.

પાટીલે તેમની આગવી હળવી શૈલીમાં સમારોહમાં ઉપસ્થિતિ ઉદ્યોગપતિઓ અને મહાનુભાવોને રેઈન વોટર હાર્વિસ્ટિંગના લાભ જણાવવા સાથે કહ્યું કે, ઘરોમાં પણ આના માટેની વ્યવસ્થા કરીને વરસાદી પાણીને જમીનમાં ઊતારીને પાણીને ભવિષ્ય માટે બચાવી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ પાણીની બચત અને જળને પૃથ્વી પર ટકાવી રાખવા માટેના સરકારના પ્રયાસો-યોજનાઓની આંકડાઓ ટાંકવા સાથે માહિતી આપતા દરેક ઉદ્યોગો જ નહીં દરેક નાગરિકને પોતાની ભાવિ પેઢી પાણીની અછતથી ન પિડાય એ માટે પાણી સંગ્રહની દીશામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ ભારતમાં જરુરિયાતના 95 ટકા આયાત થાય છે ત્યારે સરકારે તેના પર એન્ટીડમ્પિંગ ડ્યુટી લાદીને સ્થાનિક ઉત્પાદકો ચીન સાથે સ્પર્ધામાં ઊભા રહી શકે એ માટેની ખૂબજ સારી તક ઊભી કરી છે ત્યારે ભારત આ ક્ષેત્રે પણ પગભર થાય એવા પ્રયાસ ઉદ્યોગોએ કરવા જોઈએ.

કંપનીએ 28,000 ચોરસ મીટરના અત્યાધુનિક અને સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ માટેના સૌથી અદ્યતન પ્લાન્ટમાં લગભગ 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. પ્લાન્ટમાં ટ્રાયલ ઉત્પાદન જૂન 2025માં શરૂ થયું છે અને એક મહિનાની અંદર કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થવાની ધારણા છે. ફુલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક રૂ. 700-750 કરોડના વેચાણને ટેકો આપી શકશે. આ પ્લાન્ટ 300થી વધુ લોકો માટે રોજગારીની તકો ઉભી કરશે.

વધુ માહિતી આપતા, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ઉત્તમ પટેલે જણાવ્યું હતું કે, “આ ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ પ્લાન્ટ હશે અને અમે લગભગ એક વર્ષના રેકોર્ડ સમયમાં આને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ. અમે રાજ્ય સરકાર અને તમામ સંબંધિત વિભાગોના તેમના સમર્થન બદલ આભારી છીએ. હાલમાં, ભારત 90-95% એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમની આયાત કરે છે, આ પ્લાન્ટ સાથે અમે મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવા અને સૌર ઉર્જા ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તરફ એક અર્થપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ. અમે આગામી એક મહિનામાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.”

29 સપ્ટેમ્બર 2024ના રોજ, ભારત સરકારે સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે ચીન થી નિકાસ કરાયેલા “સોલાર પેનલ્સ/મોડ્યુલ્સ માટે એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ ફ્રેમ્સ”ની આયાત પર પાંચ વર્ષના સમયગાળા માટે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે. જેના પરિણામે, કેટલાક ચોક્કસ ચાઈનીસ ઉત્પાદકો/નિકાસકારો અને અન્ય કોઈપણ નોન સ્પેસિફાઈડ સંસ્થાઓ પાસેથી આયાત પર $403થી $577 પ્રતિ MT (14% ની સમકક્ષ) સુધીની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે. આ ડ્યુટી પાંચ વર્ષ માટે લાગુ રહેશે.

H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર વિજય કનેરિયાએ જણાવ્યું હતું કે, “ભારતે 2025માં 100 GW સૌર ઉર્જા ક્ષમતાનો ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યો છે. વધુમાં, સરકારે 2030 સુધીમાં 500 GW રિન્યૂએબલ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જેનો નોંધપાત્ર ભાગ આશરે 280 GW, સૌર ઉર્જામાંથી આવવાની અપેક્ષા છે. આ આગામી 5-10 વર્ષોમાં સૌર ઉર્જા અને સંલગ્ન ઉદ્યોગો માટે એક વિશાળ તક રજૂ કરે છે.”

રિન્યુએબલ એનર્જી સેક્ટરને આગળ ધપાવવાના વિઝન સાથે સ્થાપિત, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ પ્રીમિયમ ગુણવત્તાવાળા એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ્સ પ્રદાન કરે છે. કંપની ની પ્રોડક્ટ, ASTM અને IEC માટેના સ્ટ્રેન્થ, વેધર રેઝિસસ્ટન્સ અને લોન્ગેટિવિટીના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરે છે, વધુમાં, રાજકોટ પ્લાન્ટ રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને ગુણવત્તા નિયંત્રણ માટે SCADA અને IoT-સક્ષમ પ્રોડક્શન લાઇન, પ્રોડક્ટ કસ્ટમાઇઝેશન માટે સંપૂર્ણપણે સજ્જ ગુણવત્તાયુક્ત લેબ અને ઇન-હાઉસ R&D, તથા ઝીરો-લિક્વિડ ડિસ્ચાર્જ એનોડાઇઝિંગ સેટઅપથી સજ્જ છે. કંપનીના એલ્યુમિનિયમ ફ્રેમ્સ RoHS અને REACH સુસંગત છે, જોખમી પદાર્થોથી મુક્ત છે અને 100% રિસાયકલ કરી શકાય છે, જે પર્યાવરણને અનુકૂળ ઊર્જા પહેલ સાથે પણ બંધબેસતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *