અમદાવાદ
ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વેસ્ટર્ન રેલવેની Zonal Railway Users Consultative Committee (ZRUC)માં સ્પેશ્યલ ઇન્ટ્રેસ્ટ કેટેગરી હેઠળ અમદાવાદના કાર્યકર હિતેશ પટેલ (પોચી)ની બે વર્ષ માટે સભ્ય તરીકે નિમણૂક કરી છે.

આ ઉપરાંત, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની અમદાવાદ ટેલિફોન એક્સચેન્જ માટેની ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં પણ હિતેશ પટેલ (પોચી)ની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
હિતેશ પટેલ (પોચી) હાલમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં ભાજપના ઝોન મિડીયા કન્વીનર તરીકે કાર્યરત છે.