અમદાવાદ
બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે રાજ્ય રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટની આજની મેચોનું પરિણામ નીચે મુજબ છે.

સિદ્ધ મહેતાએ અનુભવી ખેલાડી પૂરવ પંચાલને 3-1થી હરાવીને બીજા રાઉન્ડમાં આગળ વધવા માટે ઉત્કૃષ્ટ રમત રમી. હેરી વાડોવાએ દીપ કોટક સામે આગામી રાઉન્ડમાં આગળ વધવા માટે ખૂબ જ સારો દેખાવ કર્યો. ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત અને સંચાલિત એપેક્સ ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2025 માં હાલમાં સિક્સ રેડ સ્નૂકર અમદાવાદ સિટીનો પ્રથમ રાઉન્ડ ચાલી રહ્યો છે.

તારીખ: 8/07/2025 6 રેડ સ્નૂકર માટે પરિણામો
દીપ વસાણી = 03 જીત વિરુદ્ધ મૌલિક ત્રિવેદી = 00 હાર
હરજીત ગુલબાની = 02 હાર વિરુદ્ધ સાગર રાઠોડ = 03 જીત
પૂરવ પંચાલ = 01 હાર વિરુદ્ધ સિદ્ધ મહેતા = 03 જીત
દીપ શાહ = 03 જીત વિરુદ્ધ નીલ ઠક્કર = 00 હાર
ધ્રુવીર સલારિયા = 03 જીત વિરુદ્ધ અક્ષિત અવધિયા = 02 હાર
હેરી વસોયા = 03 જીત વિરુદ્ધ દીપ કોટક = 01 હાર
