TTF ભારત અને વિદેશના 900 થી વધુ પ્રદર્શકોની હાજરી, પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન 12,500 થી વધુ ઉદ્યોગ વ્યાવસાયિકોની હાજરીની અપેક્ષા
અમદાવાદ
પર્યટન ઉદ્યોગના વિકાસને સમર્પિત સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ ફેર, “TTF” ગુરુવારે શરૂ થયો છે. આ શો 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2025 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર, કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે.

ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં (TTF) ભારત અને વિદેશના 900 થી વધુ પ્રદર્શકોનું ભાગ લઈ રહ્યા છે. દિવાળી અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલાં યોજાનારા આ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન 12,500 થી વધુ ઉદ્યોગ વ્યાવસાયિકોની હાજરીની અપેક્ષા છે.
“TTF અમદાવાદ 2025” એ ગુજરાતમાં યોજાનાર સૌથી મોટો પ્રવાસ કાર્યક્રમ છે અને દેશના સૌથી મોટા કાર્યક્રમોમાંનો એક છે. આ વર્ષે, 25+ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ભાગ લઈ રહ્યા છે. ખાનગી ક્ષેત્ર દ્વારા 30 થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, શ્રીલંકા ટુરિઝમની સત્તાવાર ભાગીદારી સાથે-સાથે મોટી સંખ્યામાં ભાગીદારો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.
TTF અમદાવાદનું ઉદ્ઘાટન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી મુલુ બેરાની ઉપસ્થિતિમાં થયું હતું. આ પ્રસંગે અન્ય મહાનુભાવો અને અગ્રણીઓ, જમ્મુ અને કાશ્મીરના માનનીય મુખ્યમંત્રીના સલાહકાર નાસિર અસલમ વાની; જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ ધીરજ ગુપ્તા, IAS; જમ્મુ અને કાશ્મીર સરકારના પર્યટન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. પ્રકાશ ચંદ્ર વર્મા, IAS; રાજેન્દ્રકુમાર, ગુજરાત સરકારના સચિવ (પર્યટન વિભાગ); પ્રભવ જોશી (IAS) પર્યટન વિભાગના કમિશનર અને ગુજરાત કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર; કાશ્મીરના પર્યટન વિભાગના ડિરેક્ટર રાજા યાકૂબ, IRS; JKTDCના MD શ્રેયા સિંઘલ, IAS; જમ્મુના પર્યટન વિભાગના ડિરેક્ટર વિકાસ ગુપ્તા, JKAS; કુલદીપસિંહ એસ. ઝાલા (GAS, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ); કેરળ પર્યટન વિભાગના ડિરેક્ટર શીખા સુરેન્દ્રન, IAS, અને ટ્રાવેલ ઉદ્યોગના અગ્રણીઓ, વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
અમદાવાદમાં TTF શો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન બોર્ડની વિવિધ શ્રેણીને એકસાથે લાવી રહ્યું છે, જેમાં શ્રીલંકા પ્રવાસન, ગુજરાત પ્રવાસન, ઉત્તર પ્રદેશ પ્રવાસન, ઉત્તરાખંડ પ્રવાસન, જમ્મુ અને કાશ્મીર પ્રવાસન, ગોવા પ્રવાસન, ઓડિશા પ્રવાસન, રાજસ્થાન પ્રવાસન, પંજાબ પ્રવાસન, કેરળ પ્રવાસન, કર્ણાટક પ્રવાસન, આસામ પ્રવાસન, તમિલનાડુ પ્રવાસન, છત્તીસગઢ પ્રવાસન, મેઘાલય પ્રવાસન, ત્રિપુરા પ્રવાસન વિભાગ અને અન્ય અનેક સામેલ છે.
આની સાથે જ, આ ભવ્ય શોમાં હોલિડે મિકેનિક, પ્રવેગ લિમિટેડ, ધ ટ્રાવેલ નેક્સસ, વિન્ડહામ હોટેલ ગ્રુપ, બુકિંગ વિન્ડો, ટ્રાવેલ હાઇ, બાયન ગ્રુપ ઓફ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, બુકિંગ જંકશન, ટ્રાવેલ પ્લગ, ગ્લોબલ ટુરિઝમ ક્લબ, ટ્રુલી ઇન્ડિયા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ક્રૂઝ કેરોટ, શ્રી સિદ્ધિ ડીએમસી ટ્રાવેલ હબ, સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, રોયલ ઓર્કિડ હોટેલ્સ, ટ્રીટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, કોન્સેપ્ટ હોસ્પિટાલિટી, ઓટિલા ઇન્ટરનેશનલ, રેડિસન હોટેલ ગ્રુપ, હોલિડે સ્કેચર ડીએમસી ફોર બાલી અને અન્ય જેવા અગ્રણી ખાનગી પ્રદર્શકો તેમની શ્રેષ્ઠ ઓફરો પ્રદર્શિત કરી રહ્યા છે.
ફેરફેસ્ટ મીડિયાના ચેરમેન અને સીઈઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં આ વર્ષે TTFની આવૃત્તિ સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન માટે ભારતના મહત્વ અને વિશ્વભરમાં ભૂ-રાજકીય સ્તરે અસ્થિરતા દરમિયાન એશિયા પર વધતા ફોકસનું પ્રમાણ છે. અમે શ્રીલંકા અને ઘણા બધા ભાગીદારોનું સ્વાગત કરીએ છીએ, જે અમદાવાદને TTF શ્રેણીની સૌથી મોટી ઇવેન્ટ બનાવે છે. અમે વાર્ષિક ધોરણે 20% વધુ મુલાકાતીઓ અને તમામ માટે ઉલ્લેખનીય વ્યવસાયિક પરિણામોની અપેક્ષા રાખીએ છીએ.”.
ઉલ્લેખનીય છે કે, TTF અમદાવાદ ફક્ત ટ્રાવેલ ટ્રેડ B2B વિઝીટર્સ માટે ખુલ્લું છે, અને તેમાં કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
