
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-19 પુરૂષ ક્રિકેટ ટીમમાં હીરામણિ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વેદાંત ત્રિવેદીની પસંદગી કરવામાં આવી છે. આ પ્રવાસ સપ્ટેમ્બર 2025માં થશે, જેમાં ભારતની યુવા ટીમ ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરૂદ્ધ ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે.
ભારતની અંડર-19 પુરુષ ક્રિકેટ ટીમમાં વેદાંત ત્રિવેદીની પસંદગી થવા બદલ હીરામણિ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યો, કોચ નીલ ભાવસાર અને તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.
