24થી 31 ઓગસ્ટ દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ

Spread the love

અમદાવાદ

અમદાવાદના નારણપુરા ખાતે નિર્માણ પામેલા આંતરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ નો 24 ઓગસ્ટથી પ્રારંભ થશે. ૨૪મી ઓગસ્ટના રોજ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને ૨૫થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સ્પર્ધાઓ યોજાશે.

કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલય, રાજ્ય સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત) અને ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ સ્પર્ધામાં ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ ભાગ લેશે. એટલું જ નહીં, આ સ્પર્ધા ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ની ક્વોલિફાયર ઇવેન્ટ પણ હશે.

૩ વખતના કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ, પદ્મ શ્રી તથા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા અને ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનું સહિતના ભારતીય એથલિટ્સ ભારતને મેડલ અપાવવા સ્પર્ધામાં એક્શનમાં જોવા મળશે.

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ સહદેવ યાદવ અને સીઈઓ અશ્વની કુમાર અને કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ના ડાયટેક્ટર ઓફ કોમ્પિટિશન્સ કુંબાસી સુબ્રમણ્યએ સ્પર્ધા અંગેની માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *