
શીતોર્યું સ્પોર્ટ્સ કરાટે એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા ફર્સ્ટ ઈન્ટરનેશનલ એસ.એસ. SS KAI શીતોર્યું કરાટે ચેમ્પિયનશીપ 2025 સ્પર્ધા ગોવા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનંત કે. વાઘેલાએ કર્યું હતું. જેમાં કરાટેમાં કાતા સ્પર્ધામાં સિલ્વર મેડલ અને કરાટેના કુમિતે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળા, રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યુ. આ મેળવેલ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખશ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીન, આચાર્યાશ્રી ભારતીબેન મિશ્રાએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતાં.
