અમદાવાદ

69 મી અખિલ ભારતીય શાળાકીય SGFI રમતોનીઅન્ડર-17, અન્ડર-19 ભાઈઓ / બહેનોની વૃશુની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન બીલીપુરા રમત-ગમત સંકુલમાં યોજવામાં આવ્યું હતું. જેમાં હીરામણિ સ્કૂલનાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 16 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી હીરામણિ સ્કૂલનું ગૌરવ વધારેલ છે. ઉપરોક્ત 16 ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ક્વૉલિફાઈડ થયા છે.આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્ય ભાગ્યેશ જોષી, આચાર્યા ભારતી મિશ્રાએ ખેલાડીઓ અને ચારેય વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.
