નડિયાદ

મેજર ધ્યાનચંદ ના જન્મદિવસ નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી રૂપે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફ આયોજીત 27 મી નેશનલ ડેફ સિનિયર ચેમ્પિનશિપ અને 10મી નેશનલ ડેફ જુનિયર -સબ જુનિયર ચેમ્પિનશિપ અંતર્ગત વોલીબોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે તારીખ 29 થી 31 ઓગસ્ટ 2025 દરમ્યાન યોજાઈ તેમાં કાર્યક્રમના ઉદઘાટક પરમપુજ્ય રામેશ્વરદાસજી મહારાજ ચકલાસી, ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ના સેક્રેટરી જી. સુરેશકુમાર, જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખભાઈ, જેકોન ઈન્ડસ્ટ્રીઝ ના મેનેજીંગ ડાયરેક્ટર નિલેશ પરીખ, ફેડેરેશનના પ્રમુખ દીપકભાઈ અને સેક્રેટરી વિરભદ્રસિંહે હાજર રહી વોલીબોલ સ્પર્ધાની દીપ પ્રાગટ્ય થી શરૂઆત કરાવી, આ સ્પર્ધામાં ભારત દેશના અલગ અલગ 14 રાજ્યના 350 જેટલાં ખેલાડી ભાઈ – બહેનો ભાગ લીધો હતો. પૂર્ણાહુતીમાં નડિયાદ શહેરના ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતની સિનિયર / જુનિયર અને સબજુનિયર બહેનોએ ગોલ્ડ મેડલ તથા ભાઈઓમાં સબજુનિયર ખેલાડીઓએ ગોલ્ડ અને જુનિયર માં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભાઈઓમાં સિનિયરમાં પ્રથમ કેરાલા, દ્વિતીય કર્ણાટક અને તૃતીય તામિલનાડુએ મેડલ મેળવ્યો હતો.
