અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ તેના 62મા સ્થાપના દિને રક્તદાન અમૃતમહોત્સવ 2.0 યોજશે
અમદાવાદ
17 સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મદિને મોટેરાના સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ તેના 62મા સ્થાપના દિને રક્તદાન અમૃતમહોત્સવ 2.0 યોજશે. બ્લડ એકત્રિત કરવાની આ ઝૂંબેશમાં ફરી એક વખત રેકોર્ડ સર્જાવાની શક્યતા છે. અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેગા ડ્રાઈવમાં 50થી વધુ સંસ્થાઓ અને સંગઠનો જોડાયા છે.
મોટેરા ખાતે યોજાનારા કેમ્પમાં 75 જેટલી બલ્ડ બેંકના 1500થી વધુ બેડ્સની સુવિધા ઉપલબ્ધ કરાવીને એક જ દિવસમાં 3 લાખથી વધુ યુનિટ્સ એકત્રિત કરવાનું સંસ્થાનું લક્ષ્ય છે. ભારત અને વિશવ્ના 75 દેશોમાં પણ આ પ્રકારના કેમ્પનું એક જ દિવસે આયોજન કરાયું છે.
અભિયાનમાં જોડાનારી સંસ્થાઓ
ગુજરાત ક્રિકેટ એસોસિએશન, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ભારતીય જનતા યુવા મોરચા, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, લાયન ઈન્ટરનેશનલ, મસ્કતી કાપડ માર્કેટ મહાજન, વિશ્વ હિંદુ પરિષદ.
અભિયાનનું લક્ષ્યાંક
સંસ્થા દ્વારા આ મેગા ડ્રાઈવનું લક્ષ્યાંક એક જ દિવસમાં ત્રણ લાખ યુનિટ બ્લડ એકત્રિત કરવાનું છે. નેપાલ, શ્રીલંકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, યુકે સહિત 75 દેશો સહિત સમગ્રતઃ 7500 કેમ્પનું એક જ દિવસે આયોજન કરાયું છે. જેમાં 75000 યુવાનો, 4000 બ્લડ બેન્ક, 5000 ડૉક્ટર્સ, 25000 ટેક્નિશિયન, 1,00,000 સ્વયં સેવકો, 3,00,000થી વધુ રક્તદાતા આ ઝંબેશમાં જોડાશે. રજિસ્ટ્રેશન માટે https://amd.abtypmbdd.org/mbdd/register લિન્ક પર ક્લિક કરીને વિગતો ભરીવાની રહેશે.

મોદી મેગા ડ્રાઈવને વર્ચ્યુઅલી ખુલ્લી મુકશે
ભારતમાં યોજાનારા કૅમ્પોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચુઅલી કરવામાં આવશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કેમ્પમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ , ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી , અભિનેતા વિવેક ઓબેરોય જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેવાની સંભાવના છે .
