અમદાવાદ
રિલાયન્સ મેન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન (ત્રણ દિવસ) ટૂર્નામેન્ટની ફાઈનલમાં ગુજરાતનો બંગાળ સામે પ્રથમ ઈનિંગ્સની સરસાઈના આધારે પરાજય થયો હતો. બંગાળે પ્રથમ બેટિંગ કરતા 355 રન બનાવ્યા હતા જેના જવામાં ગુજરાતે તેની પ્રથમ ઈનિંગ્સ નવ વિકેટે 206 રને ડિકલેર કરી હતી જ્યારે બીજા દાવમાં બંગાળના 148 રન થયા હતા જેની સામે ગુજરાતની ટીમ આઠ વિકેટે 119 રન બનાવી શકતા મેચનું પરિણામ પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી બંગાળની તરફે રહ્યું હતું.
ટૂંકો સ્કોરઃ
બંગાળઃ પ્રથમ ઈનિંગ્સઃ 355 (આદિત્ય રોય 107, અગસ્ય શુક્લ 61, શયાન પોલ 55, ચંદ્રહાશ દાસ 41, દિપાંશુ ઉપાધ્યાય 26, આષુતોષ કુમાર 22, વાસુ દેવાની 48માં 2, કાવ્યા પટેલ 44માં 2, મિત પટેલ 94માં 2રુદ્ર પટેલ 75માં 2 વિકેટ।)
ગુજરાત પ્રથમ ઈનિંગ્સઃ નવ વિકેટે 206 રન ડિકલેર (માનસ દવે 73,મૌલ્યરાજસિંહ ચાવડા 35, કાવ્યા પટેલ 21, શાયન પૌલ 26માં 3 અને રોહિત 16માં 3 વિકેટ)
બંગાળઃ બીજી ઈનિંગ્સઃ 148 (ચંદ્રહાસ દાસ 34, અકિંત ચેટર્જી 30, રુદ્ર પટેલ 34માં 5, કેવલ પટેલ 50માં 3 વિકેટ)
ગુજરાતઃ બીજી ઈનિંગ્સઃ આઠ વિકેટે 119 (મલય શાહ 45, રુદ્ર પટેલ 20, માનસ દવે 20, કુશાલ ગુપ્તા 39માં 5, શયન પૌલ 47માં 2 વિકેટ).
