કે.એલ રાહુલની નવ વર્ષ બાદ ભારતમાં સદી,ટેસ્ટ ક્રિકેટમાં ભારતમાં 11માંથી માત્ર બે સદી

Spread the love

અમદાવાદ
પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે અહીં રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં શુક્રવારે ભારતના કે એલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. તાજેતરમાં ઇંગ્લેન્ડના પ્રવાસમાં પણ બે સદી ફટકારનારા રાહુલે વર્તમાન સિઝનમાં ત્રીજી સદી ફટકારી હતી. 2014માં ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કરનારા રાહુલ માટે 64મી ટેસ્ટમાં આ 11મી સદી હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેણે આ 11માંથી માત્ર બે જ સદી ભારતીય ધરતી પર ફટકારી છે અને તેમાંય નવ વર્ષ બાદ તેણે ભારતના મેદાન પર ત્રણ અંકનો સ્કોર રજૂ કર્યો છે.
અગાઉ 2016ના ડિસેમ્બરમાં ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડ ખાતે પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ સામે રાહુલે 199 રન ફટકાર્યા હતા. આમ તે એક રન માટે બેવડી સદી ચૂકી ગયો હતો. આ એ જ ટેસ્ટ હતી જેમાં કરુણ નાયરે ત્રેવડી સદી ફટકારી હતી. આમ નવ વર્ષના લાંબા ગાળા બાદ રાહુલ પોતાના મેદાન પર સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.
આ સિવાય તેણે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડના મેદાનો પર સદી નોંધાવેલી છે. ટેસ્ટ ક્રિકેટમાં રાહુલની સદી.
સ્કોર હરીફ સ્થળ સિઝન
110 ઓસી. સિડની 2014-15
108 શ્રીલંકા કોલંબો 2015
158 વિન્ડિઝ કિંગ્સ્ટન 2016
199 ઇંગ્લેન્ડ ચેન્નાઈ 2016-17
149 ઇંગ્લેન્ડ ઓવલ 2018
129 ઇંગ્લેન્ડ લોર્ડઝ 2021
123 દ.આફ્રિકા સેન્ચુરિયન 2021-22
101 દ.આફ્રિકા સેન્ચુરિયન 2023-24
137 ઇંગ્લેન્ડ લીડ્ઝ 2025
100 ઇંગ્લેન્ડ લોર્ડ્ઝ 2025
100 વિન્ડિઝ અમદાવાદ 2025-26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *