મહેસાણા
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ 2025 જુનિયર ગર્લ્સ ઇન્ટર ડીસટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ, એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડનગર, મેહસાણા ખાતે 04.10.25થી 11.10.2025 સુધી ચાલશે. ફાઇનલ મેચ 11.10.2025 ના રોજ રમાડવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાં રાજ્યના 13 જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. બધા જિલ્લાને 4 ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે. બધા ગ્રુપમાં ટોચની ટીમો વચ્ચે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રમાડવામાં આવશે.
ચોથી ઓક્ટોબરની મેચના પરિણામઃ પાટણની ટીમે શિલ્પાના 6, માન્ગી ઠાકોર ના 6, ઉર્મિલા ઠાકોરના 2 ગોલની મદદથી રાજકોટની ટીમને 14-1 પરાજય આપ્યો હતો, રાજકોટ ટીમની ધ્રુવી રાઠોડે 1 ગોલ ફટકાર્યો હતો.
બીજી મેચમાં જામનગરની ટીમે કચ્છની ટીમ ને 7-0 થી હાર આપી, જામનગરની ટીમની પૂર્વા પંડ્યા દ્વારા 3, રીન્કલ વાજા દ્વારા 2, રિયા વલવાઈ દ્વારા 2, ગોલ થયા હતા.
ત્રીજી મેચમાં ભાવનગર ટીમની માહી વેગડના 2, એકતા યાદવ, મહેસ્વરીબાને લોરિયા પટેલ દ્વારા 1-1 ગોલની મદદથી વલસાડને 5-1 થી પરાજય આપ્યો હતો, વલસાડની પ્રીસા દ્વારા 1 ગોલ થયો હતો.
પાંચ ઓક્ટોબરે પાટણ અને કચ્છ વચ્ચે.જામનગર અને રાજકોટ વચ્ચે. બનાસકાંઠા અને ભાવનગર વચ્ચે મેચ રમશે.
